૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલાં સાતેય વિધાનસભા મળી વિધાનસભા દીઠ મતગણતરી ૧૪ ટેબલો પર હાથ ધરાશે

Share to

*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*

*૨૨-ભરૂચ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે*       
                                                                                                                                                                                                                          
૧૧૯૧૮૭૭ મતદારોનું ઇવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ ૮૭૨૯ અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે

૦૪ મી જૂન – ૨૦૨૪ નાં રોજ મતગણતરી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે યોજાશે

ભરૂચઃ ગુરુવાર –   ૨૨- ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી તા. ૦૪ મી જૂન – ૨૦૨૪ નાં રોજ શ્રી “.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે યોજાશે. જિલ્લા વટીતંત્ર ધ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયેલ છે. કે. જે. પોલીટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં ૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં ૧૪૭ – કરજણ, ૧૪૯-ડેડીયાપાડા,

૧૫૦-જંબુસર, ૧૫૧-વાગરા, ૧૫૨-ઝઘડીયા, ૧૫૩-ભરૂચ, ૪-અંકલેશ્વર મળી કુલ – ૭ વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ૧૪ ટેબલો પર ગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ ૧- માઈક્રોઓબ્ઝર્વર, ૧-કાઉન્ટીંગ સુપરવાઈઝર, ૧- આસિસટન્ટ સુપરવાઈઝર રહેશે. કુલ – ૭ વિધાનસભા મળી ૯૮ ટેબલ પર એકી સાથે મતગણતરી હાથ ધરાશે. જ્યારે ૧૮ ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે.
        ૨૨- ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ૧૪૭ – કરજણના ૨૩૯ મતદાન મથકોના અંદાજિત ૧૮ રાઉન્ડ, – ડેડીયાપાડામાં ૩૧૩ મતદાન મથકોના અંદાજિત ૨૩ રાઉન્ડ, ૧૫૦ – જંબુસરમા ૨૭૨ મતદાન મથકોના અંદાજિત ૨૦ રાઉન્ડ, ૧૫૧- વાગરામાં ૨૪૯ મતદાન મથકોના અંદાજિત ૧૮ રાઉન્ડ, ૧૫૨-ઝઘડીયામાં ૩૧૩ મતદાન મથકોના અંદાજિત ૨૩ રાઉન્ડ, ૧૫૩- ભરૂચમાં ૨૬૦ મતદાન મથકોના અંદાજિત ૧૮ રાઉન્ડ, ૧૫૪-અંકલેશ્વરમાં ૨૪૭ મતદાન મથકોના અંદાજિત ૧૮ રાઉન્ડ મળી કુલ- ૧૮૯૩ મતદાન મથકોની એક સાથે ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે.
  તા. ૦૪ મી જૂન – ૨૦૨૪ નાં રોજ સવારે ૦૮:૦૦ કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મતગણતરી કરવામાં આવશે.લોકસભામાં આવતી સાતેય વિધાનસભામાં એકસાથે મતગણતરી હાથ ધરાશે. સાતેય વિધાનસભા બેઠક મળી કુલ ૪૭૧ જેટલો સ્ટાફ મતગણતરીમાં જોતરાશે. મતગણતરી સી.સી.ટીવી અને એચડીઆઈપી કેમેરાની નજર હેઠળ હાથ ધરાશે.
        ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ દરેક વિધાનસભા દિઠ પાંચ મતદાન મથકની વીવીપેટ સ્લીપની ગણતરી હાથ ધરાશે. વીવીપેટ સ્લીપની મતગણતરી થશે. વીવીપેટ સ્લીપની ગણતરી એક પુરૂ થયા બાદ જ બીજા મતદાન મથકની ગણતરી હાથ ધરાશે. જે ઈવીએમની મતગણતરી પુરી થયા બાદ જ હાથ ધરાશે.
     ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં થયેલ મતદાનમાં ૧૧૯૧૮૭૭ મતદારોનું ઇવીએમ મતદાન, ૮૭૨૯ પોસ્ટલ બેલેટ, અંદાજિત ૩૧૭ જેટલા સર્વિસ વોટર્સની પણ મતદાનની મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીપંચ તરફથી મળતી સુચના મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. તેમ ચૂંટણીશાખા ભરૂચ તરફથી મળેલી માહિતિમાં જણાવવામાં આવ્યું હતું.


Share to