ભરૂચ લોકસભા બેઠક પર નેત્રંગ નગર સહિત તાલુકામા શાંતિપૂણઁ મતદાન.નગરના ૮ મતદાન મથકો ઉપર ૬૭.૫૮ ટકા મતદાન.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૯-૦૫-૨૪.

ભરૂચ લોકસભા બેઠક માટે નેત્રંગ નગર સહિત તાલુકાના ૮૮ મતદાન મથકો પર સવારના સાત વાગ્યાથી મતદાન યોજાયું હતુ.મતદારોએ શાંતિપૂણઁ મતદાન કરી ૧૩ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં બંધ થયા હતા.
ભરૂચ લોકસભા બેઠક નો ૧૫૨ ઝધડીયા વિધાનસભા મત વિસ્તારમા સમાવિષ્ટ નેત્રંગ તાલુકાના કુલ્લે ૮૮ મતદાન મથકો પર સવારના સાત વાગ્યા થી મતદાતાઓ ની લાંબી કતારો મતદાન માટે લાગી હતી.

  ગરમીના પ્રકોપ ને લઇ ને બપોર ના સમયે નહિવત મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા હતા.સાંજના ચાર વાગ્યા થી ફરીથી લોકો મતદાન માટે ઉમટી પડયા હતા.

નેત્રંગ તાલુકામા સૌથી વધુ મતદાતાઓ નેત્રંગ નગર મા હોય જયા આઠ જેટલા મતદાન મથકો ઉપર થયેલ મતદાન નીચે મુજબ છે.
મતદાન મથક નેત્રંગ  -(૧) ૪૧૫ પુરુષ,૩૮૨ સ્ત્રી. કુલ્લે ૭૯૭.  (૭૩.૭૨) ટકા.(૨) ૩૨૮ પુરુષ,૨૯૩ સ્ત્રી. કુલ્લે!૬૨૧.( ૫૬.૯૨) ટકા (૩) ૪૦૦ પુરુષ,૨૯૯ સ્ત્રી. કુલ્લે ૬૯૯. (૬૧.૯૧) ટકા (૪) ૩૮૮ પુરુષ,૩૮૫ સ્ત્રી. કુલ્લે ૭૭૩. (૬૭.૨૧ )ટકા (૫) ૪૨૮ પુરુષ,૩૬૭ સ્ત્રી. કુલ્લે ૭૯૫. (૬૫.૨૧) ટકા (૬) ૩૮૨ પુરુષ,૩૫૫ સ્ત્રી. કુલ્લે ૭૩૭. (૭૩.૪૭) ટકા (૭) ૨૧૩ પુરુષ,૨૦૮ સ્ત્રી. કુલ્લે ૪૨૧. (૭૨.૫૮) ટકા (૮) ૩૯૮ પુરુષ,૩૮૧ સ્ત્રી. કુલ્લે ૭૭૯. (૭૩) ટકા
ઉપરોક્ત મુજબ આઠ મતદાન મથકો પર મતદાન થયુ હતુ.
નગરમા કુલ્લે ૪૧૧૦ પુરુષ મતદાતાઓ ની સામે ૨૯૫૨ પુરુષ મતદાતાઓ મતદાન ક્યુઁ હતુ.
જ્યારે ૪૨૧૦ સ્ત્રી મતદાતાઓ ની સામે ૨૬૭૦ સ્ત્રી મતદાતાઓ એ મતદાન કયુઁ હતુ. કુલ ૮૩૨૦ મતદાતાઓ છે.                                               જેની સામે ૫૬૨૨ મતદાતાઓએ મતદાન થયુ છે.કુલ્લે (૬૭.૫૮) ટકા નેત્રંગ નગર નુ મતદાન થયુ છે.

૧૧૫૮ પુરુષ, ૧૫૪૦ સ્ત્રી મળી કુલ્લે ૨૬૯૮.  (૩૨.૪૨ )ટકા મતદાતાઓ એ મતદાન કરેલ નથી.

         નેત્રંગ નગર સહિત તાલુકાભરમા નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર, આર,ગોહિલ ની સીધી દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફ, એસઆરપી સહિતના જવાનો તૈનાત કરાયા હતા.
નેત્રંગ નગર ખાતે ધારાસભ્ય રીતેશ વસાવા, સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી.અને સૌ મતદાતાઓનો આભાર માન્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to