જૂનાગઢમાં મહેસાણાના બહેચરાજી માતાજીના મંદિરેથી મોબાઈલ ચોરી કરીગોતમભાઇ ઝાલા જુનાગઢવેચવાઆવ્યો હતો જૂનાગઢ પોલીસે 4 મોબાઈલ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને દબોચ્યો

Share toમહેસાણા જીલ્લાના બહચરા માતાજીના મંદીરે આવતા દર્શનાર્થીઓના મોબાઇલ ફોનમાં ચોરી કરી જનાગઢ વેચાણ અર્થે લઇ અવાતા રીઢા ચોર ઇસમને કુલ એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ

જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા લોકોની મીલ્કતનું રક્ષણ થાય અને ચોરી, ચીલઝડપ, બુટ, ધાડ, ઘરોફડ જેવા મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકે અને આવા ગુન્હા બને તો કેવી રીતે આરોપીને મુદામાલ સાથે શોધી મુદામાલ ભોગ બનનારને પરત આપાવી શકાય તેવી પરીણામલક્ષી કામગીરી કરી શકાય તે માટે અવાર નવાર સલાહ/સુચનો આપવામાં આવેલ હોય.

  જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ “એ” ડિવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર  વી.જે.સાવજ સાહેબની સુચના અન્વયે ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ.  ઓ.આઈ.સીદી તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ.એસ.આઇ. સરતાજ સાંધુ તથા પો.કોન્સ. રામભાઇ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ સંયુકતમાં ખાનગી રાહે હકીકત મળવી રીઢા ચોર ઇસમને પકડી પાડી અંગ ઝડતી કરતા કુલ એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૪ મળી આવેલ હોય જે અંગે યુકતી પ્રયુકતીથી પુછ પરછ કરતા પોતે સદર તમામ મોબાઇલ મહેસાણાના બહુચારજી માતાજીના મંદીરે આવતા દર્શનાર્થીઓનો ચોરીને અંહી જુનાગઢ ખાતે વેચવા માટે લઇ આવેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ધોરણસર અટક કરી વધુ તપાસ એ.એસ.આઇ. સારતાજ સાંધે સંભાળેલ છે.

પકડાયેલ આરોપીના
(૧) ગોતમભાઇ બકુલભાઈ ઝાલા  કામદાર સોસાયટી, જુનાગઢ.આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ:-
(૧)વન પ્લસ કંપનીનો ૭ટી પ્રો. એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૨૦,૦00/-
(૨)વીવો કંપનીનો વાય-૩૫ એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩)વીવો કંપનીનો વી-૨૧ઇ ૫-જી એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- (૪)વીવો કંપનીનો વાય-૧૨-જી એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦0/-
(

આ કામગીરી “એ” ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.  વી.જે.સાવજ સા. તથા પો.સ.ઇ. ઓ.આઈ.સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ તથા જીગ્નેશભાઇ શુકલા તથા જુવાન લાખણીત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા ભરત ઓડેદરા તથા નીલેષ રાતીયા સહિત પોલીસ સ્ટાફે મોબાઈલ ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed