September 7, 2024

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં મોટા પાયે માટી ખનન તેમજ માટી પુરાણ થઈ રહ્યું છે પરંતુ આટલી મોટી માત્રામા માટી આવે છે ક્યાંથી તે એક પ્રશ્ન..?..શુ આ માટી લાવા લઈ જવા માટે સરકારને રોયલ્ટી ચૂકવાય છે ખરી..?

Share to

ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા ઝગડીયા GIDC વિસ્તાર સહિત અન્ય પંચાયત હદ માલિકીમાંથી વિના રોયલ્ટી માટી ચોરી કરતા લોકબુમ….

DNSNEWS REPORT

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ઘણા સમય સરકારી જમીન પંચાયત ની ગોચર માંથી માટી મોટી માત્રા મા ખોદાઈ રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તેમજ દુકાનો, શોપિંગ સેન્ટર, ઘરના બાંધકામ, નવા સિલિકા પ્લાન્ટ, સહિત ઘણા બધા ઉદ્યોગોના બાંધકામ મા હાલ આ માટી પુરાણ થઈ રહી હોવાની લોકચર્ચા ઘણા સમય થી ઉઠવા પામી છે ત્યારે આ માટી આવે છે ક્યાંથી,? અને આ માટી માટે સરકાર ને રોયલ્ટી ચૂકવાય છે ખરી? તે એક પ્રશ્ન લોકો મા ઉઠવા પામ્યો છે ઘણા ગામો ની હદ વિસ્તારમાં થી બે રોક ટોક માટી ખનન કરી અને વિના કોઈ પરમિશન અને વિના રોયલ્ટી મોટી માત્રા મા અનેક જગ્યા મા પુરાણ કરવા સહિત ની કામગીરી ચાલી રહી છે જેમાં બે નમ્બરી માટી તેમજ સિલિકા વેસ્ટ ઉપર માટી પુરી આ બધી જમીનો મા નાંખી અને તેના ઉપર રેતી ના સ્ટોક સહિત અન્ય બાંધ કામ કરાઈ રહ્યું છે ત્યારે સિલિકા વેસ્ટ માંથી પણ નીકળતું મટીરીયલ શુ આવી કોઈ જગ્યા ઉપર પુરાણ કરાવી શકાય ખરું..? તે એક પ્રશ્ન? અને જો આ સિલિકા વેસ્ટ પુરાણ કરી શકાય તો શુ તેની પરમિશન જેતે માલિક અને સંસ્થા દ્વારા લેવામાં આવી છે ખરી..? શુ આ બાબતે GPCB અને ખાણખનીજ વિભાગ ને આ વિશે જાણ છે ખરી.? તે પણ એક તપાસ નો વિષય? ઝગડીયા તાલુકામાં અનેક ગામો માંથી લોક ફરિયાદ ઉઠવા પામી છે જેમાં કેટલીક પડતર જંમીન ગોચર તેમજ કેટલીક માલિકી ની જગ્યા ઉપર થી માટી કાઢવામાં આવી રહી છે અને માટી અન્ય જગ્યા ઉપર હાયવા,ડમ્ફર, ટ્રક, ટ્રેકટર દ્વારા લઈ જવામા આવી રહી છે તો શુ આ બધા વાહનોમા લઈ જવાતી માટી ની રોયલ્ટી ટ્રક ચાલકો પાસે હોઈ છે ખરી તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે.. લોક ચર્ચા પ્રમાણે કેટલીક માટી કાયદેસર હોઈ છે તો કેટલીક માટી ગેરકાયદેસર હોઈ છે તેમજ આ માટે પંચાયત તેમજ ખાણખનીજ ની કોઈ પણ જાત ની પરમિશન લેવામા આવતી નથી હોતી તેમજ આ ખનીજ ચોરી મા સ્થાનિક પંચાયતના તલાટી, સરપંચ, સભ્યો સહિત કેટલાક સ્થાનિક લોકોની મીલીભગત થી આ માટી ચોરી થઈ રહી હોવાની લોકબુમ ઉઠી રહી છે

ઝગડીયા તાલુકાનીજ વાત કરવામાં આવે તો હાલ કેટલીક જગ્યા ઉપર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રાજ્ય ધોરીમાર્ગ ની આજુબાજુ જોરશોર થી માટી ખનન તેમજ માટી પુરાણ થઈ રહ્યું છે જેસીબી મશીન હાઇવા ટ્રક સહિત ના અન્ય મશિનો રાતદિવસ આ કામ મા લાગેલા નજરે ચડતા હોઈ છે…

અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ પુરાણ માટે જરૂરી વસ્તુ એવી માટી જમીન ને સમતળ કરવા ખાડા સહિત અન્ય પુરાણ માટે જરૂરી છે પરંતું કેટલીક જગ્યા ઉપર માટી બેરોકટોક રોયલ્ટી વિનાજ નાખવામાં આવી રહી હોવાની લોક ફરિયાદ સાંપડી છે જેમાં મોટાભાગની માટી આજુબાજુના પંચાયત હદ વિસ્તારમાં આવેલ ગોચરો તેમજ સરકારી જમીનમાંથી ખોદી અને માટી ચોરી કરી અને આ બધા બાંધકામોમાં વાહનો દ્વારા પહોંચી રહી છે તો તાલુકાની વાત કરવામાં આવે તો ઝગડીયા તાલુકો આદિવાસી પટ્ટી ધરાવતો એક મહત્વનો તાલુકો છે આ વિસ્તારમાં મોટા પાયે ખનીજો આવેલા છે આ ખનીજ દેશ પ્રદેશ સુધી પહોંચતા હોય છે તથા આ તાલુકામાં આવેલ ખનીજોની માંગ પણ સૌથી વધુ છે ખાણ ખનીજ તેમજ અન્ય તંત્ર દ્વારા કોઈ પણ સ્થળ ચકાસણી સહિત, આકસ્મિક ચેકીંગ કરવામાં આવતું નથી જેથી તંત્ર ની મીલીભગત થી આ બધું ચાલતું હોવાની પણ લોકબુમ ઉઠવા પામી છે.. ઝગડીયા ના તાલુકાના ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા સહિત અન્ય પંચાયત હદ તેમજ માલિકી ની જગ્યા ઉપર થી બેરોકટોક કેટલાક ઉદ્યોગપતિ તેમજ કેટલાક બે નંબરીયાઓ અને નેતાઓ સરકારી માલમિલકત ને નુકસાન પહોંચાડી અને તેમાંથી ગેરકાયદેસર રીતે અધિકારીઓની મિલીભગત દ્વારા અવારનવાર આવા ખનીજો અને માટીને બે નમ્બરીઓ ચોરી જતા હોઈ છે કાયદાનો કોઈનો ડર રહ્યો નથી તેમ હાલતો લાગી રહ્યું છે ત્યારે કેટલાક આગેવાનો દ્વારા આ બાબતે RTI કરી માહિતી મંગાવનાર હોવાની પણ વાત હાલતો સાંપડી રહી છે ઝગડીયા તાલુકામાં ઉઠતી ખનીજો ની ફરિયાદ થી હાલતો અનેક ખનીજ ચોરી કરતા લોકો ઉપર તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું…


Share to