નેત્રંગ. તા.૦૧-૦૪-૨૪.
નેત્રંગ તાલુકાના રાજવાડી ગામે સીમડા ફળીયા ખાતે રહેતો અને મંજુરી કામકરી ખાતો ગણપતભાઈ શનાભાઈ વસાવાએ તા.૩૦મીના રોજ સાંજ ના પાંચેક વાગે વાગ્યાના સમયે પોતાના ધરની બાજુમાં રહેતો હસમુખભાઈ રમણભાઈ ચૌધરીની ધરમાંજ પાન ગુટખાની દુકાન ચલાવતો હોય, તેને ત્યાં ગણપતે ઉધાર બે વિમલ તેમજ એક તમાકુ વાળો માવો ઉધાર માંગેલ જેને લઈ ને હસમુખ ચૌધરીએ જણાવેલ કે દુકાન માથી આગળ માલ લીધેલ તેના પૈસા બાકી પડેલ છે. તે ચુકવ તેમ જણાવેલ જેને લઈ ને ગણપતે જણાવેલ કે તુ મારો બનેવી થાય છે. ઉધાર કેમના આપે તે સમયે હસમુખે ધરમા રાખેલ પાવડામાં ફીટ કરેલ પ્લાસ્ટીક નો હાથો લઈ ગણપતના ડાબા હાથે બે સપાટા મારી દીધેલ અને જણાવેલ કે બુમાબુમ ના કરતો તેમ છતા ગણપતે બુમાબુમ કરતા તેની પત્ની દોડી આવેલ જેને લઈ હસમુખે જાનથી મારી નાખવાની ધમકી આપી ધરની પાછળના ભાગે ખેતરોમા નાસી છુટેલ બીજી તરફ ગણપતને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવતા તબીબ દ્રારા હાથના ભાગે પાટાપીડી કરી સારવાર આપેલ આ બાબતની પોલીસ ફરિયાદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ ગણપત વસાવાએ ફરીયાદ નેત્રંગ પોલીસ મા કરતા નેત્રંગ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો