DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ

Share to

જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ

જૂનાગઢ , તાજેતરમાં જૂનાગઢ ભગવાનશ્રી રામનાં પ્રાગટ્ય દિવની ઉજવણીમાં રામમયી બની રહ્યુ હતુ. સર્વત્ર જાણે કે કેસરીયો લહેરાયો હતો. શેરી ગલીઓમાં ધ્વજા પતાકાથી ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યુ હતુ. રામજન્મે શહેરનાં રાજમાર્ગો પર નિકળેલ રવેડી અને રવેડીનાં દર્શને આવેલા રામભક્તોને નગરનાં શ્રેષ્ઠીઓએ સેવાભાવથી તરબતર કર્યા હતા. વાત કરીએ તો જોષીપરા સૂર્ય મંદિરેથી નીકળેલી રવેડીનાં ભાવીકો માટે જાણીતા બિલ્ડર કિશનભાઇ સોજીત્રાએ પાંચ ટન જેટલા તરબુચનું જ્યુસ બનાવીને શીતાગારમાં ઠંડુ બનાવી ઉનાળાની ગરમી સામે ભાવીકો રક્ષીત બને તે હેતુએ સેવાભાવથી નિઃશુલ્ક વિતરણ કર્યુ હતુ. તો વણઝારી ચોક ખાતે શહેરની મુખ્ય રવેડીમાં કાકડીયા મેટલ ઈન્ડસ્ટ્રિજનાં જીવરાજભાઇ કાકડીયા તેમજ સુશ્રી ઉષાબેન કાકડીયાએ પોતે જાત મહેનત કરી ૧૦ ટન જેટલા તરબુચનું ઠંડુજ્યુસ બનાવી  ભાવીકોને વિતરીત કર્યુ હતુ. તેજ રીતે ઝાંઝરડા રોડ પર આવેલ સિધ્ધનાથ મંદીરે અશોકભાઇ સવસાણી અને ટીમ દ્વારા નેચરલ જામફળનાં જ્યુસનું વિતરણ કરાયુ હતુ. આમ તો ઠેક ઠેકાણે ભક્તોને શક્તી તેવી ભક્તિ રૂપે અનેક સ્ટોલ દ્વારા સેવાની પ્રવૃતિ ધ્યાનાકર્ષિત રહી હતી. આ રવેડીમાં જાણે કે માનવ મહેરામણ ઉમટ્યો હોય એવી પ્રતિતી થતી જોવા મળી હતી. લોકોએ ટ્રાફીક અને સલામતિની બાબતોમાં પોલીસ અને તંત્રનાં અધિકારીઓ સાથે તાલમેલ જાળવવામાં સહયોગ આપ્યો હતો. ઝાંઝરડા રોડ તો જાણે કે અયોધ્યાની પ્રતીકૃતિ રૂપ માહોલમાં ફેરવાયો હોય તેવા આનંદ અને ઉમંગથી અબાલ વૃધ્ધ સૈા ભગવાન શ્રી રામનાં જન્મોત્સવને વધાવી રહ્યા હતા. અમુક જગ્યાએ આતશબાજી કરી યુવાનોએ આનંદમાં અભિવૃધ્ધી કરી હતી. ઠેક ઠેકાણે ટેબ્લો, શણગાર, વાહનોમાં શ્રી રામ અને હનુમાનજીનાં જીવંત દષ્યો મનમોહક બનીર હ્યા હતા. ખોડલધામ સમિતી દ્વારા ભગવાનશ્રી રામનાં પ્રાગટ્ય દિવ નિમિત્તે ગરીબ પરીવારોને રાશનકીય તેમજ જરુરતમંદોને સહાયતા સાથે આશીયાનાં સોસાયટીથી સિધ્ધેશ્વર મહાદેવનાં રવાડીનાં પથ પર ભાવીકોને ઠંડા પેયજળ અને શરબતીની વ્યવસ્થા કરી હોવાની વાત જાણવા મળી હતી.
                                    
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed