DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો

Share to



જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ મથકમાં મોરબીના પંકજ ડઢાણીયા નામના યુવકે નોંધાવેલ ફરિયાદ મુજબ ભેંસાણ માં એક જાહનવી નામની યુવતી સાથે વોટ્સએપમાં ચેટ કરતા યુવતીએ ફરિયાદીને વીરપુર ખાતે મળવા બોલાવતા પંકજ ડઢાણીયા પોતાની પંચ ગાડી લઈ તેના ફઈના દીકરા કિશન સોખરીયા સાથે વીરપુર આવેલ અને ત્યારબાદ યુવતીએ બીલખા જવાનું કહી રસ્તામાં વોશરૂમ જવાનું કહી ગાડી રોકાવી હતી ત્યાં બે મોટર સાયકલ પર ચાર અજાણ્યા શખ્સો આવેલ અને જહાનવી ને  ગાડીમાંથી નીચે ઉતારી મોટર સાયકલ પર બેસાડી હતી અને અન્ય ત્રણ શખ્સો એ ફરિયાદીની ગાડી લઈ તેમાં ફરિયાદીને બેસાડી વિડિઓ ઉતારી અને યુવતી મેરિડ હોઈ તેમ જણાવી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનું કહી 50 લાખ રૂપિયાની માંગણી કરતા યુવકે પૈસા આપવાની ના કહી હતી ત્યારબાદ ફરિયાદીએ પોતાના પરિવાર સાથે ભેંસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને એક યુવકની ધરપકડ કરી હતી જ્યારે અન્ય શખ્સો ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed