જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોઠીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ શ્રી પી. સી. સરવૈયા, પો.ઇન્સ. બી ડીવીઝન પો સ્ટે. તરફથી પાસા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેક્ટરથી અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત દેશી પીવાના દારૂની હેરાફેરીમાં ચંડોવાયેલ ઇસમ મયુર બાબુભાઈ ડાંગર, ઉ.વ. ૨૭ રહે. ૬૬ કે.વી. યોગીનગર, શંકર મંદીર પાછળ, ખામધ્રોળ રોડ જૂનાગઢ વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.થી ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા દરમ્યાન એ.એસ.આઈ નિકુલ એમ.પટેલ તથા પો.હેડ.કોન્સ. જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા, ચેતસિંહ સોલંકી, દિપકભાઈ ચૌહાણ ને સંયુક્તમાં બાતમી હકિક્ત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપી મધુરમ બાયપાસ, વાડલા હાટક પાસે આવેલ પ્રજાપતી ધાબા પાસે હોવાની બાતમી હકિક્ત આધારે તપાસ કરતા હાજર મળી આવતા તા ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ
પાસાના અટકાયતીઃ-આરોપી મયુર બાબુભાઇ ડાંગર, ૬૬ કે.વી. યોગીનગર, શંકર મંદીર પાછળ, ખામધ્રોળ રોડજૂનાગઢ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો