“”મને જ્યાં મન ફાવશે ત્યા ખોદી ને રેતી કાઢીશ તારે જે કરવું હોઈ તે કરી લે…”” ધારાસભ્ય ના પુત્ર ઉપર આક્ષેપ… તમારા ઘર મા વપરાતી રેતી કેટલીય અડચનો પછી પોહચે છે તમારા સુધી.. ઝગડીયા ના ઇન્દોર ગામે થઈ રેતી માટે બબાલ વાંચો શુ છે સમગ્ર મામલો…

Share to

ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ધારાસભ્ય પુત્રે ગામ અગ્રણી પર હુમલો કર્યો હોવાની વાત સોસિયલ મિડીયામાં ફરતી થતાં ચકચાર…ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલ રેતખનનના મુદ્દે દિવસેદિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે.ઘણીવાર રેત માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે,ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાતો સોસિયલ મિડીયા પર વહેતી થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઇ ઠાકોરના જણાવ્યા મુજબ આજરોજ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરીતો લઇને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહેલ કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ. જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કરજો. આમ કહીને દશરથભાઇ પર જાનલેવા હુમલો કર્યો હતો.અને મારી નાંખવાની ધમકી આપી હતી.અને બે નંબરનું કામ ચાલશેજ એમ કહ્યું હતું. દશરથ ઠાકોરે ભરૂચના ખાણ ખનીજ અધિકારી પણ રેત ખનનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી.ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઇ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે ઇન્દોરના સરપંચ હસમુખભાઇ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતુંકે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખોદકામ કરવું નહી છતાં તેમણે રેતી ખોદવાનું ચાલુ રાખ્યું હતું. આમ ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર એ ઇન્દોરના અગ્રણી પર કથિત હુમલો કર્યો હોવાની વાતે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકામાં નર્મદાના પટમાં લાંબા સમયથી થતા રેત ખનનના મુદ્દે આજે નવો વિવાદ જોવા મળ્યો હતો ત્તયારે લોકો ના ઘર કામ મા વાપરાતી રેતી કેવી રીતે તેઓના ઘર ના કામ મા પોહચે છે અને કેટલાય વિવાદો મા પસાર થઈ આ રેતી ના જાદુગર આ ના માટે કેટલાય દાવ પેચ રમે છે…


Share to

You may have missed