November 26, 2024

છોટાઉદેપુર જીલ્લામાં ક્રૂઝર ગાડીની છત પર પોટલાં,તેના ઉપર મોટર સાયકલ અને તેના ઉપર માણસો બેસીને સવારી કરતા હોવાની વિડીઓ થયો વાઇરલ : જીવન જોખમે મુસાફરી કરતા શ્રમજીવી લોકો

Share to



છોટાઉદેપુર જીલ્લાના આદિવાસીઓ હાલ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે ક્રૂઝર ગાડીમાં જીવ ના જોખમે બેસીને જતાં હોવાનો વિડીઓ વાઇરલ થયો છે.
         હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, આ તહેવારની ઉજવણી કરવા છોટાઉદેપુર જીલ્લાના આદિવાસીઓ કચ્છ કાઠિયાવાડથી માદરેવતન પરત ફરી રહ્યા છે.આ આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવવા ઘરે જવાની ખુશીમાં ક્રૂઝર ગાડી ભાડે કરી છેક કચ્છ કાઠિયાવાડથી ગાડીમાં કેપેસિટી કરતા વધુ લોકો ભરાઈને આવે છે આટલું તો ઠીક ગાડીની છત પર પોટલાં અને પોટલાં ઉપર પોતાની મોટર સાયકલો અને તેના ઉપર શ્રમજીવીઓ છેક કચ્છ કાથીયાવાડથી સવારી કરીને જીવન જોખમે આવી રહ્યા છે.
       મહત્વની વાત એ છે કે આ શ્રમજીવીઓ ૪૦૦ કિલોમીટર દૂરથી આ રીતે આવી રહ્યા છે,રસ્તામાં કેટલા જીલ્લા પડે છે અને અસંખ્ય ચેકપોસ્ટ પણ આવે છે અને અસંખ્ય પોલીસ મથકોની સરહદો પણ લાગે છે, તેમ છતાં તેઓ બેરોકટોક રીતે છેક પાવીજેતપુર, છોટા ઉદેપુર સુધી જઈ રહ્યા છે.
        આવી જ રીતે સવારી કરીને અમરેલીથી અલીરાજપુર જઈ રહેલી એક ક્રૂઝર ગાડીનો અને અન્ય એક ગાડીના વિડીઓ વાઇરલ થયા છે જેના પર કેપીસીટી કરતા વધુ પેસેન્જર અને છત ઉપર પોટલાં, પોટલાં ઉપર મોટર સાયકલ અને તેના ઉપર શ્રમજીવીઓ બેઠેલા નજરે પડે છે.
        આવી રીતે ગાડીઓમાં ભરીને જવા છતાં રાજ્યના આરટીઓ અને પોલીસ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.

ફોટોલાઇન : અમરેલીથી અલીરાજપુર જઈ રહેલી એક ક્રૂઝર ગાડીનો અને અન્ય એક ગાડીના વિડીઓ વાઇરલ થયા છે જેના પર કેપીસીટી કરતા વધુ પેસેન્જર અને છત ઉપર પોટલાં, પોટલાં ઉપર મોટર સાયકલ અને તેના ઉપર શ્રમજીવીઓ બેઠેલા નજરે પડે છે.


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed