ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા ની અંદર માં રેતીના ઢગલા જોતા સરકારી જમીનો ઓફિસ અને આવાસ રેત માપ્યાઓ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે…

Share to

હવે સરકારી મિલકત,આવાસો મા પણ રેતી ના સ્ટોક…

બંધ પડેલી સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ અને આવાસો પણ શુ ભાડે આપવામાં આવે છે..?

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા મા પણ રેતી ના સ્ટોક કરી દેતા સ્થાનિક લોકો દ્વારા લોક ફરિયાદ ઉઠવા પામી છે..

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલ અનેક ગામોમા તેમજ અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રાજ્ય ધોરીમાર્ગની આજુબાજુમાં અનેક રેતીના સ્ટોક, અને કર્સર બિલાડીની ટોપની જેમ ઉગી નીકળ્યા છે અને ઉંચા ઉંચા પહાડ કરી ગામોના રહેણાંક વિસ્તારમાં આ રેતી ના સ્ટોક નાંખી દેવામાં આવ્યા છે ત્યારે કેટલાક કાયદેસર છે તો કેટલાક ગેરકાયદેસર અને આ બાબતે લોકો એ અનેક રજૂઆતો પણ કરી છે તેમ છતાં આ રેતી ના સ્ટોક ઉપર તંત્ર દ્વારા કોઈ તપાસ તેમજ કાર્યવાહી કરવામાં આવતી હોઈ તેવું જોવા નથી મળતું જેના કારણે બે નંબરી રેત માફિયા તાલુકાની સરકારી જમીનો ઓફિસો અને ગોચરો તેઓના માટે જ હોય તેમ મન ફાવે ત્યાં કાયદા ને પણ ગણકર્યા વિના રેતીના સ્ટોક કરી દેવાની વિગતો બહાર આવતી હોઈ છે ત્યારે ઝગડીયા તાલુકાના પાનેથા ગામે આવેલ વર્ષો થી બંધ પડેલ કરજણ જળાશય સિંચાઈ યોજના ના બિલ્ડીંગના કમ્પાઉન્ડ ની અંદરમાં તેમજ પાછળ ના ભાગે રેતીના ઢગલાઓ ઉભા કરી અને ત્યાંથી રેતીનું વેચાણ બે રોક ટોક ચાલી રહ્યું હોય તેવી લોકચર્ચા થઈ રહી છે..

પાણેથા ગામે કોઈક ઈસમ દ્વારા આ બંધ પડેલ કરજણ જળાશય યોજના માટે બનેલ રહે્ણાંક બિલ્ડીંગ માં રેતી નાખવામાં આવી છે જેમાં રેતીના મોટા મોટા ઢગ કરી દેતા લોક ચર્ચા એ જોર પકડતા આ વાત બહાર આવી છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે આ સરકારી પ્રોપર્ટી મા રેતી ના સ્ટોક કરનાર માલિક કોણ છે..? અને તેને સરકારી જમીનની અંદરમાં રેતી સ્ટોરેજ કરવાની પરમિશન આપી કોને? અને શુ આ રેતી નો સ્ટોક કોઈ ની પરમિશન થી કર્યો છે.?..અને જો સરકારી જમીન મા રેતી નો સ્ટોક કર્યો છે તો આ માટે તેને કરજણ સિંચાઈ વિભાગ ની અથવાં કોઈ જવાબદાર વિભાગ દ્વારા પરમિશન લીધી છે ખરી..? કે પછી આ સરકારી જમીન કોઈ વ્યક્તિને સિંચાઈ વિભાગ દ્વારા લીઝ ઉપર ભાડા પેટે આપી દેવામાં આવી છે..? તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે ત્યારે રોડની બિલકુલ બાજુની અંદરમાં આવેલ આ કરજણ જળાશય યોજના ની બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં સરેઆમ રેતીના સ્ટોક કરી અને તેનું વેચાણ કરતા હોઈ તેમ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે હાલ તો આ બાબતે જો ગેરકાયદેસર રીતે આ રેતી નો સ્ટોક કરવામાં આવ્યો હૉઇ તો આ બાબતે ગેરકાયદેસર રીતે સરકારી જમીન નો ઉપયોગ કરતા તેના ઉપર કાર્યવાહી થઈ શકે તેમ છે તથા સરકારી જમીન નો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતી નું વેચાણ કરતા હોવાથી પણ તેના ઉપર સરકારી જમીન પચાવી પાડવા તેમજ ગેરકાયદેસર રીતે તેમાં દબાણ અંગે લેન્ડ ગ્રે્બિંગ નો ગુનો પણ બનતો હોઈ છે ત્યારે પાણેથા ગ્રામ પંચાયતના કરતા ધરતાઓ ને પણ આ વાત ધ્યાન ઉપર છે કે કેમ તે પણ એક તપાસ નો વિષય છે ત્યારે આ બાબતે હાલ લોક ચર્ચા એ જોર પકડતા સમગ્ર પંથક મા તેમજ તાલુકામાં સરકારી જમીનો નું અસ્તિત્વ હાલ જોખમાઈ રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે ….

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં નર્મદા જિલ્લા ના જીતપરા પાસે આવેલ કરજણ ડેમ માંથી આવતી કરજણ સિંચાઈ યોજના હેઠળ બનેલ મેઈન કેનાલ,સબ કેનલો, માઇનોર કેનાલ, ના દેખરેખ અને વહીવટ માટે તથા ઉમલ્લા,પાણેથા,રાજપારડી સહિત ઝગડીયા તાલુકામાં કર્મચારીઓ અને તેઓ ના રહેવા માટે કચેરીઓ અને આવાસ પણ બનવવામાં આવ્યા હતા જે બાદ આ કચેરીઓ ને સરકાર દ્વારા બંધ કરી દેતા તેમાં કોઈ પણ કર્મચારીઓ નથી હાલ આ સમગ્ર બિલ્ડીંગ સહિત ઓફિસો હાલ જર્જરીત અને ખંડેર હાલત મા થઈ ગયા છે જેને સરકાર દ્વારા કોઈ ધ્યાને લેવામાં નથી આવી રહ્યું ત્યારે આ બાબતે પણ હવે આવા સરકારી જમીનો અને તેના બાંધકામ ને તોડી અને ત્યા સરકારી અન્ય કામો માટે નવી ઇમારતો બને અને જેતે જગ્યા લોકઉપયોગમા લેવાય તે જરૂરી બની ગયું છે….


Share to