December 6, 2024

સાંસદ મનસુખ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના ખેડૂતોને જમીનોના ઓછા વળતર ને લઈ શુ કહ્યું…સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ પબ્લિસિટીનું નાટક કરતા હોઈ તેમ જણાવ્યું…

Share to

સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ તે મુદ્દે આપી પ્રતિક્રિયા સાંસદ ને લીધા આડેહાથ….

DNSNEWS, ભરૂચ 14-01-24

ભરૂચ ના સાંસદ દ્વારા હાલ ખેડૂતો ના જમીન મુદ્દે એક સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકી છે જેમાં ખેડૂતો નો પક્ષ લઈ અને તેઓ ને જમીન નું યોગ્ય વળતર સરકાર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા મળી નથી રહ્યું તેમ જણાવતા લખ્યું છે કે””” ભરૂચ જિલ્લાના ખેડૂતોને તેઓની કિંમતી મહામૂલી જમીનનું યોગ્ય વળતર મળ્યું નથી તેનાથી નારાજ થઇ ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું અને સાથે સાથે ચૂંટણી કાર્ડ પણ પરત કર્યા.

હું પણ કલેકટરને અપીલ કરું છું તેઓની યોગ્ય વળતર ની માંગણી ખૂબ જ યોગ્ય છે અને આ સરકારશ્રી સુધી તેઓની વાત પહોંચાડશો.ભરૂચ જિલ્લાના 33 ગામના ખેડૂતોની જમીન 1) બુલેટ ટ્રેન 2) એક્સપ્રેસ વે 3) ભાડભુત બેરેજ યોજના જેવા પ્રોજેક્ટોમાં ખેડૂતોની કિંમતી જમીનો જાય છે આ જ પ્રોજેક્ટોમાં સુરત જિલ્લા, નવસારી જિલ્લા, વલસાડ જિલ્લાના ખેડૂતોને ખૂબ ઉંચો ભાવ આપવામાં આવે છે જ્યારે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ઓછો ભાવ આપવામાં આવે છે (ખૂબ નીચું વળતર છે) ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ જમીનોનો ઉંચો ભાવ અને યોગ્ય વળતર સરકારે ચૂકવવા જોઈએ તે માંગણીઓ સાથે અમે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ભાજપના જિલ્લા પ્રમુખ, મહામંત્રી તથા ખેડૂત પ્રતિનિધિઓ સાથે દિલ્લી માં માનનીય કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રીશ્રી Nitin Gadkari જી ના નિવાસ સ્થાને ત્રણ મિટિંગો કરી છે, વિસ્તૃતપૂર્વક ભાવ સાથે ચર્ચા કરી છે, રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ વારંવાર રજુઆત કરી છે. જેના અંતે ખેડૂતોને 10 થી 15 રૂપિયાનો વધારો આપ્યો તે ખરેખર યોગ્ય નથી તે ખેડૂતો ની મજાક છે જેનાથી અમે પણ ખુબજ નારાજ છીએ હવે પછી પણ અમારી રજુઆત ચાલુ રાખીશું યોગ્ય વળતર માટે હજુ પણ સુધારો કરવો જોઈએ તે માટે દિલ્લી અને રાજ્યના મુખ્યમંત્રી ને મક્કમતાથી રજુઆત કરીશું અમે બિલ્કુલ ખેડૂતો ની સાથે છીએ.”””

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી ભરૂચ જિલ્લા ના ખેડૂતો અલગ અલગ પ્રોજેકટો માં તેઓ ની જમીન સંપાદન થતા તેઓ ને અન્ય જિલ્લા પ્રમાણે તેઓ ને યોગ્ય વળતર મળી નથી રહ્યું જેથી કેરી ખેડૂતો એ સરકાર સામે બાયો ચડાવી છે જેને લઈ અનેક વખતે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષા એ ખેડૂતો એ અરજ કરી છે પરંતું તેઓના પ્રશ્ન નું સમાધાન હજુ સુધી ના આવતા તેઓ હાલ પણ આ બાબતે તેઓ ની રજૂઆત કરી રહ્યા છે તેવામાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા ખેડૂતો ની વહારે આવતા હાલ લોકો માં ક્યાંક ને ક્યાંક લોકસભા ની ચૂંટણી આવતા ખેડૂતો ની પડખે આવ્યા હોઈ તેમ લોકો કહી રહ્યા છે સોશ્યિલ મીડિયા માં લોકો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે જેમાં સાંસદ ને લોકસભા ની ચૂંટણી આવી એટલે માર્કેટિંગ કરવા આવ્યા છે તથા અલગ અલગ પોતાની વ્યક્તિગત પોસ્ટ તેઓ એ સોશ્યિલ મીડિયા માં કરી છે ..

#DNSNEWS REPORT BHARUCH


Share to

You may have missed