નેત્રંગ તાલુકાના મૌઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ- જન મન) કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના અઘ્યક્ષસ્થાને યોજાયો

Share to


—-
*નેત્રંગ ખાતે પીએમ- જન મન ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના ૯૮૮ લાભાર્થીઓને રૂ.૨૩૯.૭૪ લાખના યોજનાકિય લાભોનું વિતરણ કરાયુ*
—-
*પીએમ જન મન યોજનાં હેઠળ આદીમજુથના સમુદાય માટે મેડિકલ મોબાઇલ યુનિટને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશની વણથંભી વિકાસની વણઝાર પ્રવાહીત થઈ વિક્રમો મેળવી રહી છે.
આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આદિજાતિના કલ્યાણ માટે બે દાયકા કુલ રૂ.૨.૪૦ કરોડ કરતા વધારે રકમ વિવિધ વિકાસ કામો પાછળ ખર્ચ કરવામાં આવ્યા
—-
ભરૂચ: સોમવાર – પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ- જન મન) અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મૌઝા ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ નિમિત્તે આદિવાસી કુળદેવી દેવમોગરા માતા અને ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રિત- રિવાજ સાથે પૂજા-વિધિ કરાઇ હતી. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જીલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી સચિન કુમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને કોટવાડિયા આદીમજૂથો દ્વારા બનાવાયેલી વાસની કલાકૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. મૌઝા સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત સરકાર નિર્મિત ફિલ્મનું નિર્દશન કરાયું હતું. આ વેળાએ, લાભાર્થી શ્રી વજીરભાઈ કોટવાળીયા દ્વારા યોજનાકિય પ્રતિભાવો આપ્યા હતાં.
રાજ્ય કક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મજંયતિ ૧૫ નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ જનમન) મિશનની શરૂઆત કરી હતી.
પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના કુટુંબો, ફળિયા અને ગામોમા માળખાકિય સુવિધા પુરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત આદિમ જૂથો (PVTG)ના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનુ ચોખ્ખું પાણી અને સાફ સફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી પુરી પાડવા માટેનો છે. જે અંતર્ગત દેશના તમામ આદિમ જૂથના વિકાસ માટે પીએમ જનમન હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા રૂપિયા ૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આદિમ જૂથોના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયાસરત રહી છે. જેના કારણે જ ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ વર્ષ ૨૦૦૭-૨૦૨૪ સુધીમાં તત્કાલીન માન. મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ “વનબંધુ કલ્યાણ” યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સિધ્ધીઓની ઝાંખી કરાવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ માટે રૂ.૧૫,૦૦૦/- કરોડના પેકેજની ફાળવણી કરવામાં આવી હતી.
આમ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં આદિવાસી બાંધવો સક્રીય ભાગીદાર બને, વિકાસના હક્કદાર બને અને ઉજ્જ્વળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે હેતુથી તેમજ આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલા આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાની નેમથી વર્ષ ૨૦૦૭માં શરૂ કરેલ સેતુરૂપ કાર્યક્રમ “વનબંધુ કલ્યાણ” યોજના થકી સફળ પ્રયાસ કર્યો છે.આમ અત્યાર સુધીમાં આદીમજૂથ માટે કુલ રૂ.૧,૦૨,૦૦૦ કરોડ કરતા વધારે રકમ વિવિધ વિકાસ કામો માટે ખર્ચ કરવામાં આવી છે. આમ તમામ ક્ષેત્રે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશની વણથંભી વિકાસની વણઝાર પ્રવાહીત થઈ વિક્રમો મેળવી રહી છે.
આદિજાતિના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ અત્યાર સુધીમાં (૨૦૦૨-૦૩ થી ૨૦૨૩-૨૪ સુધી) સમયગાળામાં કુલ રૂ.૨૪૦૫૫.૦૦ કરોડ કરતા વધારે રકમ વિવિધ વિકાસ કામો માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં ૨૬ ગણો (વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ.૧૦૦.૮૦ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩૩૧૦ કરોડ બજેટની જોગવાઈ) ઉત્તરો-ઉત્તર અંદાજપત્રીય જોગવાઇમાં વધારો થયો છે.
વધુમાં તેમણે, પીએમ- જન મન અભિયાનનું સરવૈયું કરતા જણાવ્યું હતુ કે, નેત્રંગ તાલુકાના પાંચ ગામોમાં કોટવાડીયા સમુદાયના લોકો વસવાટ કરે છે. આદિમજુથના ૧૭૨ જેટલા કુંટુંબોના ૮૪૭ લાભાર્થીઓને સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નનાં ભાગરૂપે ગણતરીના દીવસોમાંજ ૩૧૫ જાતિ પ્રમાણપત્ર પોઈન્‍ટ ઓફ સેલ, ૫૮૪ લાભાર્થીઓને પી.એમ.જનધન યોજના અંતર્ગત બેન્‍ક ખાતા ખોલી આપવામા આવ્યા છે. પી.એમ.માતૃવંદના યોજના અંતર્ગત કુલ ૧૦ સગર્ભા મહિલાને લાભ આપવામાં આવ્યો છે. વધુમાં, આરોગ્ય વિષયક સહાય સંદર્ભે ૪૨૩ આયુષ્યમાન કાર્ડ, ૧૫૨ રાશનકાર્ડ અને ૭૭૧ આદિમજુથ લાભાર્થીને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે.
આમ, આજે ૧૫મી જાન્યુઆરી PM-JANMAN ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના કુલ ૯૮૮ લાભાર્થીઓને રૂ.૨૩૯.૭૪ લાખના યોજનાકિય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ નિમિતે, પીએમ જન મન યોજનાં હેઠળ આદીમજુથના સમુદાય માટે આરોગ્યની સુવિધા માટે મેડિકલ મોબાઇલ યુનિટને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ વેળાએ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્ર ભાઈ વાંસદિયા, ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા, જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા, પ્રયોજના વહીવટીદાર શ્રી એસ.આર ગૃપ્તે, ટ્રાયલબ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર સુશ્રી પ્રોમિલા ઠાકુર, અધિક નિવાસી કલેકટર શ્રી એન.આર. ધાંધલ, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, સરપંચ શ્રી ચંદુભાઈ વસાવા તેમજ વિવિધ વિભાગના લાયઝન અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ, મોટી સંખ્યામાં આદીમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share to