October 25, 2024

ઝગડીયા સુલતાનપુરા ગ્રામપંચાયત માં કોન્ટ્રાકટર અને પંચાયત ના હોદેદારો દ્વારા સરકારી કામોમાં વેઠ ઉતારી રૂપીયા ચાઉં કરી જતા હોવાની સોશ્યિલ મીડિયા માં આક્ષેપ

Share to

06-01-24 ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ

ઝગડીયા સુલાતનપુરા ગ્રામપંચાયતના કામો માં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો સોશ્યિલ મીડિયા માં આક્ષેપ.. :

શુ ખરેખર ગ્રામ પંચાયતના કામો માં વધારે ટકાવારી મળી રહી છે અધિકારીઓ ને ?? :::જાગૃત નાગરિક

પ્રતિનિધિ / સતીશ વસાવા

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં અનેક ગ્રામ પંચાયત માં આવતી સરકારી ગ્રાન્ટો માં અનેક ગેરરીતી વાપરી રૂપીયા ચાઉં થઈ જતા હોવાની લોકફરિયાદો ઘણા વર્ષો થી ઉઠી રહી છે પરંતુ તંત્ર ના પેટ નું પાણી હલતું નથી તેમ કોઈ ગામો ના વિકાસ ના કામમાં કરેલ ગેરરીતી અને તકલાદી કામો ઉપર તેની તપાસ થતી જોવા મળી નથી અને જો તપાસ થાય છે તે પણ હું બાવો અને મંગળદાસ ના જવાબો લઈ માલાતુજારા ની જેમ સબ સલામત કહી મામલો રફે દફે થઈ જતો જોવો મળે છે જેમાં ઝગડીયા તાલુકાના અનેક ગામો. માં રોડ,રસ્તા,પાણી, ગટર,આંગણવાડી સહિત ના અનેક કામોમાં અગાઉ પણ વેઠ ઉતારવામાં આવી હોવાની ગામોમાં લોક ફરિયાદ થઈ છે પરંતું ફરિયાદ માત્ર કાગળ ઉપર રહી જતી હોઈ છે ત્યારે ઝગડીયા સુલાતનપુરા ગામના એક જાગૃત નાગરિક કરણસિંહ પરમાર દ્વારા ગતરોજ એક વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો હતો જેમાં પોતાના લાઈવ વિડિઓ ના માધ્યમ થી તેને ઝગડીયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહેલ કામ વિશે પંચાયત ના હોદેદારો ને તકલાદી કામ કરી રહેલ કોન્ટ્રાકટર ને કામ નહીં કરવા દેવા માટે કહ્યું હતું અને આક્ષેપો લગાવ્યા હતા કે પંચાયત ના કામો એવા કો્ટ્રાકટર ને આપવામાં આવ્યા છે જેને અગાઉ પણ તકલાદી કામો કરેલ છે અને જે બધાજ કામો માં વેઠ ઉતારી અને ખરાબ મટીરીયલ વાપરી ગ્રાન્ટ ના રૂપીયા ચાઉં કરી રહ્યો છે..જેથી અન્ય કોન્ટ્રાકટર ને કામ આપવું

તથા આ બાબતે જાગૃપ નાગરિક દ્વારા પંચાયત ના હોદેદારો ઉપર આક્ષેપ કર્યા હતા કે તેઓ જનતા માટે આવતા વિકાસ ના કામો ના ગ્રાન્ટ ના રૂપિયા કો્ટ્રાકટર સાથે મળી ચાઉં કરી રહ્યા છે અને જનતા ના ટેક્સ ના રૂપિયા થી અનેક લોકોના ક્યાં ક્યાં બઁગલા બની રહ્યા છે તેવા આક્ષેપ લગાવ્યા હતા તો આ બાબતે ટીડીઓ સહિત ના અધિકારીઓ ને પણ આ બાબતે જાણ કરી અને જે તે કામકરી રહેલ કો્ટ્રાકટર નું કામ રોકવા અપીલ કરી હતી અને જો આ કામ પંચાયત અને ટીડીઓ દ્વારા બંધ નહીં કરાવાય તો તેઓ ઓફિસ ઉપર આવી હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હાલ તો આ મામલે સોશ્યિલ મીડિયા માં વાયરલ થયેલ વિડીયો અંગે ઝગડીયા ગ્રામ પંચાયત ઉપર લગાવેલ આક્ષેપ બાદ ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતો માં અવાનાર ગ્રાન્ટો ના રૂપીયા ગ્રામ પંચાયતો ના હોદેદારો ચાઉં કરી જતા હોવાની ફરિયાદ ઉઠતા હાલ આ મુદ્દો ટોક ઑફ ધ ટાઉન બન્યો છે… ત્યારે આ બાબતે જાગૃપ નાગરિક દ્વારા કેરલ રજુઆત ની તંત્ર નોંધ લેશે કે નહીં કે પછી આ મુદ્દો અહીં જ સામેટાઈ જશે તે હવે જોવુ રહ્યું….

નોંધ ::ચેનલ આ વિડિઓ ની પુષ્ઠિ નથી કરી રહી


Share to

You may have missed