December 2, 2024

ગુજરાતની આંગણવાડીની બહેના માટે સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેચ્યુઇટીના લાભ આપવામાં આવે.

Share to



જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું…


સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ICDSને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા. તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું
સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, ‘માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે. જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઈટી ફરજિયાત ચુકવવી પડશે.’ સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટે નોકરિયાત ગણવામાં આવ્યા છે. અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણવામાં આવે વધારામાં સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું કે, ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી
મહત્વનું છે કે, વર્ષ 2022માં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈને 2022માં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરોને કર્મચારી તરીકેના લાભો આપવાના આદેશ આપ્યા હતા. જેમાં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ પાડવા તેમજ નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુઇટી ચૂકવવા જણાવ્યું હતું. કોર્ટના આ આદેશ સામે ગુજરાત સરકારે 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃવિચારણાની અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતા આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો


Share to

You may have missed