December 1, 2024

જૂનાગઢ ના વિસાવદર પોલીસ સ્ટેશનમા અલગ અલગ કેસોમા પકડાયેલ ૧૨૩૬ જેટલી બોટલો જેની કુલ કી.રૂ.૪,૪૩,૩૦૦ ઇંગ્લીશ દારૂનો જથ્થોનો નાશ કરતી વિસાવદર પોલીસ

Share to

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અન્વયે વિસાવાદર પો.સ્ટે.ના અલગ અલગ પ્રોહીબીશનના કેસોના ઇંગલીશ દારૂનો જથ્થો નાશ કરવાનો થતો હોય જે અંન્વયે મદદનીશ પો.અધી.શ્રી રોહીત કુમાર સાહેબ વિસાવદર વિભાગ, વિસાવદર નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.આર.એસ.પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ તા.૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ વિસાવદર પો.સ્ટે. વિસ્તારના અલગ અલગ કુલ-૩૫ પ્રોહીબીશનના ગુન્હાઓનો કુલ ૧૨૩૬ જેટલી બોટલો જેની કુલ કી.રૂ.૪,૪૩,૩૦૦/- નો પ્રોહી. મુદામાલ હોય જે ગુન્હાઓનો નામદાર કોર્ટમા નિકાલ થઇ આવતા આજરોજ કમીટીના અધ્યક્ષ શ્રી કિર્તન એ. રાઠોડ સબ ડીવી. મેજી.શ્રી વિસાવદર તથા સભ્ય શ્રી રોહીત કુમાર મદદનીશ પો.અધી શ્રી, વિસાવદર વિભાગ વિસાવદર તથા કમીટીના સભ્ય શ્રી એસ.એન.કોદાવલા પ્રોહી.એક્સાઇઝ જુનાગઢ તથા આર.એસ.પટેલ પો.ઇન્સ. વિસાવદર નાઓની હાજરીમાં સદરહુ મુદામાલનો નાશ કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed