December 2, 2024

જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના  કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ

Share to

જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તનકરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇંટોલ કરવામાં આવેલ સીસીટીવીમેરા મારફતે *૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. *_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ૬ અરજદારોનો સોનાની વીંટી, ચાંદીની લક્કી, ૩ મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો કુલ કિંમત *રૂ. ૧,૦૭,૨૦૦/- નો મુદામાલ અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ કિંમતી સામાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી *“પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_(૧) અરજદાર રાગીનીબેન કોઅંતેનો રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ કોન ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ
અરજદાર રાગીનીબેન સંદીપભાઇ કોઅંતે ગોરેગાંવ મહારાષ્ટ્રના વતની હોય. અને પોતાના મીત્રો સાથે અભ્યાસ અર્થે જૂનાગઢ આવેલ હોય. રાગીનીબેન તથા તેમના મિત્રો ઉપરકોટથી કાળવા ચોક આવવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. કાળવા ચોક ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો *રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A35 મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય. રાગીનીબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને ઓટો રિક્ષા મળી આવેલ નહી. *રાગીનીબેન તથા તેમના મિત્રો અન્ય રાજ્યમાંથી આવેલ હોય તે મોબાઇલ ફોન પરત મળવો ખૂબ જરૂરી હોય તથા મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય ખોવાયેલ મોબાઇલ કેવી રીતે શોધવો જે બાબતથી રાગીનીબેન ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા રાગીનીબેન તથા તેમના મીત્રો કાળવા ચોક ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી*રાગીનીબેનનો રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A35 મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી.નં.GJ-23-Z-4218 શોધેલ. તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા *અરજદાર રાગીનીબેન કોઅંતેનો રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A35 મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.

૨)અરજદાર હરેશભાઇ કરંગીયાનુ રૂ ૨૦,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ સોનાની વીંટી સહિતના સામાનનું પર્સ પરત અપાવેલ
અરજદાર હરેશભાઇ કરંગીયા અંકલેશ્વરના વતની હોય અને જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય હરેશભાઇ તથા તેમનો પરીવાર રેલ્વે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસી ભવનાથ તરફ જતા હોય તે દરમ્યાન *તેમનું રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતની સોનાની વીંટી સહિતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય. હરેશભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ નહિ. તે પર્સમાં સોનાની વિંટી જેવી કિંમતી વસ્તુ હોય જેથી હરેશભાઇ તથા તેમનો પરીવાર ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા હરેશભાઇ જે રેલ્વે સ્ટેશનથી જે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હરેશભાઇનું રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતની સોનાની વિંટી સહિતના સામાનનું પર્સ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ તે ઓટો રિક્ષાના રજી નં GJ-11-UU-1103 હોય*તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરતા પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ આમ હરેશભાઇ કરંગીયાનું ખોવાયેલ સોનાની વિંટી સહિતનું પર્સ તાત્કાલીક શોધી પરત અપાવેલ._

(૩) અરજદાર ચીમનભાઇ ઉકાણીનો રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ પરત અપાવેલ
અરજદાર ચીમનભાઇ જીવરાજભાઇ ઉકાણી જૂનાગઢના વતની હોય. ચીમનભાઇની દિકરી રિધ્ધી પ્રસંગ સબબ જૂનાગઢ આવેલ હોય અને દુર્વેશનગર ખાતેથી ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેશન જતા હોય. બસ સ્ટેશન ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમનો રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો One plus note કંપનીનો મોબાઇલ ફોન ઓટો રીક્ષામાં જ ભુલાય ગયેલ હોય ચીમનભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને ઓટો રિક્ષા મળી આવેલ નહી. *મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી ચીમનભાઇ તથા તેમની દિકરી ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા ચીમનભાઇ તથા તેમની દિકરી બસ સ્ટેશન ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી રિધ્ધીબેનનો રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી.નં. GJ-08-Y-5085 શોધેલ. તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ તેમની પાસે હોવાનુ જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા *અરજદાર ચીમનભાઇ ઉકાણીનો રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ગણતરીને કલાકોમાં શોધી પરત અપાવેલ

(૪) અરજદાર જીગ્નેશભાઇ પરમારનો રૂ. ૨૮,૫૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ સહિતના અગત્યના ડોક્યુમેન્ટસની થેલી પરત અપાવેલ
_અરજદાર જીગ્નેશભાઇ અનિલભાઇ પરમાર જૂનાગઢના વતની હોય. જીગ્નેશભાઇ ઝાંઝરડા રોડ ખાતે આવેલ SBI બેંન્ક થી ઓટો રીક્ષામાં બેસી સરદાર બાગ ખાતે જતા હોય. સરદાર બાગ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમની રૂ. ૨૮,૫૦૦/- ની કિંમતના મોબાઇલ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી ઓટો રીક્ષામાં જ ભુલાય ગયેલ હોય *જે થેલીમાં રૂ.૨૮,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V14 મોબાઇલ ફોન, આધારકાર્ડ, પાન કાર્ડ તથા જીગ્નેશભાઇના માતાનાં પેન્શનના ડોક્યુમેન્ટ હોય.જીગ્નેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને ઓટો રિક્ષા મળી આવેલ નહી. થેલીમાં મોબાઇલ ફોનની સાથે અગત્યના ડોક્યુમેન્ટસ પણ હોય મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી જીગ્નેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા જીગ્નેશભાઇ સરદાર બાગ ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા જીગ્નેશભાઇનો રૂ.૨૮,૫૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન સહિતની અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી.નં.GJ-31-X-1750 શોધેલ. તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા થેલી તેમની પાસે હોવાનુ જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા *અરજદાર જીગ્નેશભાઇ પરમારની રૂ. ૨૮,૫૦૦/- ની કિંમતના મોબાઇલ ફોન તથા અગત્યના ડોક્યુમેટ્સ સહિતની ખોવાયેલ થેલી ગણતરીને કલાકોમાં શોધી પરત અપાવેલ.

(૫) અરજદાર ભનુભાઇ મકવાણાના રૂ. ૩,૨૦૦/- રોકડ રકમ સહિતનાં સામાનનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ
અરજદાર ભનુભાઇ ભીખાભાઇ મકવાણા જુનાગઢના વતની હોય ભનુભાઇ સમન્વય હોસ્પિટલથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય. બસ સ્ટેશન ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનુ રૂ. ૩,૨૦૦/- રોકડ રકમ સહિતના સામાનનુ બેગ ઓટો રીક્ષામાં જ ભુલાય ગયેલ હોય. જે બેગમાં રૂ. ૩,૨૦૦/- રોકડ, કપડા તથા અન્ય જરૂરી સામાન હોય ભનુભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ નહી. નેત્રમ શાખા દ્વારા ભનુભાઇ સમન્વય હોસ્પિટલથી જે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી ભનુભાઇ મકવાણા પોતાના રૂ. ૩,૨૦૦/- રોકડ રકમ સહિતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી.નં.GJ-17-TT-0497 શોધેલ. તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પુછપરછ કરતા બેગ તેમની પાસે હોવાનું જનાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા *અરજદાર ભનુભાઇ મકવાણાનું રૂ. ૩,૨૦૦/- રોકડ રકમ સહિતના સામાનનુ ખોવાયેલ બેગ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.

૬) અરજદાર હસનખાન બેલીમની રૂ ૨,૫૦૦/- ની કિંમતની ખોવાયેલ ચાંદીની લક્કી પરત અપાવેલ
અરજદાર હસનખાન યાસીનખાન બેલીમ જૂનાગઢના વતની હોય અને પોતાનુ બાઇક લઇ જરૂરી કામ સબબ મધુરમથી મોતીબાગ તરફ જતા હોય તે દરમ્યાન *તેમની રૂ. ૨,૫૦૦/- ની કિંમતની ચાંદીની લક્કી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય. હસનખાન જે રૂટ પાથી પસાર થયેલ તે રૂટ પર ચેક કરેલ પરંતુ લક્કી મળી આવેલ નહિ ખોવાયેલ ચાંદીની લક્કી કેવી રીતે શોધવી?? જે બાબતથી હસનખાન ખુબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા હસનખાન મધુરમથી મોતીબાગ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા અરજદાર હસનખાન બેલીમની રૂ. ૨,૫૦૦/- ની કિંમતની ચાંદીની લક્કી કૃષી યુનીવર્ષીટી પાસે પડેલ હોય તેવુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ આમ *નેત્રમ શાખા દ્વારા હસનખાન યાસીનખાન બેલીમની રૂ. ૨,૫૦૦/- ની કિંમતની ચાંદીની લક્કી ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.

જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી
અરજદાર રાગીનીબેન કોઅંતેનો રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A35 મોબાઇલ ફોન
અરજદાર હરેશભાઇ કરંગીયાનુ રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનુ સોનાની વિંટી સહિતનુ પર્સ તથા
• અરજદાર ચીમનભાઇ ઉકાણીનો રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો One plus note મોબાઇલ ફોન તથા
• _*અરજદાર જીગ્નેશભાઇ પરમારનો રૂ. ૨૮,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V14 મોબાઇલ ફોન તથા
અરજદાર ભનુભાઇ મકવાણાનુ રૂ. ૩,૨૦૦/- રોકડ રકમ સહિતના સામાનનું બેગ તથા
અરજદાર હસનખાન બેલીમનું રૂ. ૨,૫૦૦/- ની કિંમતની ચાંદીની લક્કી
_શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને તમામ ૬ અરજદારોને સોનાની વીંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનો કિંમતી સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી સોના, ચાંદીના આભુષણ તથા મોબાઇલ ફોન સહિતનો કિંમતી સામાન શોધી આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૬ અરજદારોના ગુમ થયેલ સોનાની વીંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનો કિંમતી સામાન કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો.

પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, પાયલબેન વકાતર, ગીરીશભાઇ કલસરીયા, ખુશ્બુબેન બાબરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed