December 1, 2024

નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….

Share to

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાઇ હતી.જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતાં નેત્રંગ ચારરસ્તા ઉપર આવી પહોંચતા આદિવાસી સમાજના આગેવાનોએ ફુલહાર પહેરાવી સ્વાગત કયુઁ હતું.ભરૂચ સાંસદે જણાવ્યું હતું કે,ભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોંચે અને આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું છે.રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાવી તે સખત જરૂર છે.આદિવાસીના કલ્યાણ માટે અનેક યોજના અમલમાં આવી છે.જે દરમ્યાન જીલ્લા-તાલુકાના જવાબદાર પદાધિકારી-અધિકારીઓ સહિત મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed