દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારના રક્ષણ અને તેમની સુખાકારી માટે વિશ્વમાં દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક એવા વિશ્વનું નિર્માણ થાય કે જ્યાં તેઓ પણ સામાન્ય લોકોની જેમહળી મળીને રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ તા. ૦૩/૧૨/૨૦૨૪ ના રોજ પોલીસ હેડ ક્વાટર ખાતે “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉજવણી કરવામાં આવેલ
“વિશ્વ દિવ્યાંગ દિવસ” ના રોજ જૂનાગઢ પોલીસ દ્વારા દિવ્યાંગ લોકોની સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સંસ્થાના દિવ્યાંગોને આમંત્રણ આપેલ અને તેમની સાથે પોલીસ હેડ ક્વાર્ટર જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવેલ
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉપસ્થીત રહેલ સંસ્થાઓ મંગલમુર્તી દિવ્યાંગ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ધીરુભાઇ તથા સંસ્થાના દિવ્યાંગો
આશાદીપ દિવ્યાંગ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ.બકુલ બુચ તથા સંસ્થાના દિવ્યાંગો
સાંપ્રત દિવ્યાંગ સંસ્થાના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ તથા સંસ્થાના દિવ્યાંગો
સાંત્વન દિવ્યાંગ સંસ્થાના ટ્રસ્ટીશ્રી નીલમબહેન તથા સંસ્થાના દિવ્યાંગો
શ્રીજી દિવ્યાંગ સંસ્થાના ટ્રસ્ટીશ્રી કૌશીકભાઇ તથા સંસ્થાના દિવ્યાંગો
આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ જેટલા દિવ્યાંગ ભાઈઓ, બહેનો તથા બાળકો સાથે “વિશ્વ દિવ્યાંગ દિવસની* ઉજવણીમાં સામેલ થયેલ
જૂનાગઢ પોલીસ હેડ ક્વાટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણીમાં તમામ સંસ્થાના દિવ્યાંગો દ્વારા દ્વારા દેશભક્તિ ગીત, ગરબા, મિમિકી, નૃત્ય વિગેરે જેવી અલગ-અલગ કૃતિઓ રજુ કરી કાર્યક્રમની શોભા વધારેલ.
કાર્યક્રમના અંતે માનનીય પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા આયોજનમાં પધારેલ અન્ય સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ તથા તેમની સંસ્થાના દિવ્યાંગોએ બેનર તથા પ્લે કાર્ડ(હેન્ડી) દ્વારા Say No To Drugs” તથા દિવ્યાંગોને લગત અન્ય સુત્રોચ્ચાર સાથે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર થી શહેરના મુખ્ય માર્ગ જયશ્રી ફાટક થી મહાસાગર ટ્રાવેલ્સ થી પરત જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર સુધી રેલી કાઢવામાં આવેલ.
જૂનાગઢ પોલીસ તરફથી તમામ સંસ્થાના ૧૫૦ જેટલા દિવ્યાંગોને કીટનું વીતરણ કરવામાં આવેલ જે કીટમાં તેમને ટુથ બ્રશ, ટુથ પેસ્ટ, સાબુ, શેમ્પુ, માથામાં નાખવાનું તેલ, બોડી લોશન, દંતારી જેવી રોજબરોજ ઉપયોગી થાય તેવી વસ્તુઓ રાખવામાં આવેલ.
જૂનાગઢ પોલીસ દ્વારા ૧૫૦ જેટલા દિવ્યાંગો સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી તમામ દિવ્યાંગોને ભોજન તથા ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ ારા જણાવેલ કે દીવ્યાંગ લોકોની કાળજી લેવી એ સમાજની ફરજ છે, અને શક્ય તમામ મદદ કરવા દિવ્યાંગ સંસ્થાઓને ખાતરી આપવામાં આપેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….