December 1, 2024

ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

કંપની લાંબા સમયથી આર્થિક સંકટ તથા બાહ્ય બજારી કારણો અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે નુકસાનમાં ચાલી રહી hati

કંપની દ્વારા ૨૬.૫.૨૩ થી સ્વેચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ આશરે ૧૪૦૦ જેટલા કર્મચારીઓએ તેનો લાભ લઈ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી છે

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપની જેટલા કેટલા સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવી છે હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે, કંપની છેલ્લા કેટલા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલ છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્ષ્ટાઈલને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કર્યું છે, આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દિપક ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છે કંપની છેલ્લા કેટલા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરેલ હતા, તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહેલ છે, નાણાંકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી આવેલ છે, જેવી કે ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ, ખપતની ધટ હોવાથી માલનો ભરાવો, વૈશ્વિક ટેક્સટાઇલ બજારનું નકારાત્મક વલણ, બજારભાવ કરતા ઉત્પાદન ખર્ચમાં વધારો, પ્લાન્ટ અને મશીનરી હાલની પરિસ્થિતિ અને ક્ષમતા તેની સાર સંભાળ, આમ ઉપરોક્ત અસહ્ય આર્થિક બોજ માથી બહાર આવવા તથા ગમે તે રીતે કંપનીનું ઉત્પાદન પૂર્વવત થાય તેવા શુભ હેતુથી કંપની દ્વારા અગાઉ ૨૬.૫.૨૩ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવેલ હતી ત્યારબાદ વખતો વખત તા. ૩૦.૧૧.૨૪ સુધી લંબાવવામાં આવેલ હતી, આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ મોટાભાગના એટલે કે બહુમતી કામદારોએ લીધેલ હતો, કંપની મેનેજમેન્ટ ફેબ્રુઆરી ૨૦૨૪ ઉત્પાદન બંધ થવાથી આજ સુધી તેની સઘળી જવાબદારીઓ સતત નિભાવતી આવેલ છે અને લાગુ પડતા વિવિધ કાયદાઓનુ સમયસર પાલન પણ કરેલ છે, કંપની મેનેજમેન્ટ દ્વારા તા.૨.૧૨.૨૪ ના રોજથી કંપનીનું ક્લોઝર (કામકાજ બંધ કરવાનો) નિર્ણય લીધેલ છે, કાયદાની જોગવાઈઓ હેઠળ આ અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને જાણ કરવામાં આવેલ છે વધુ માં તેમણે જણાવ્યું હતું હમારા તાલીમ પામેલા કામદારો અને કર્મચારીઓ ની નોકરી છુટવાથી અમે પણ દુખી છીએ પરંતુ હાલની કંપનીની પરિસ્થિતિ અને બજાર સામે અમે પણ મજબુર છીએ, અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત્તિ યોજના હેઠળ કંપનીના બહુમતી કામદારો, કર્મચારીઓ પૈકી અંદાજે ૧૪૦૦ કામદારો, કર્મચારીઓ દ્વારા સ્વેચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ લીધો છે હાલમાં કંપનીમાં ૭૮ કામદારો, કર્મચારીઓને કાયદાકીય તેમના હક્કો આપી તેમની સેવાની સમાપ્તિ કરવામાં આવી છે.


Share to

You may have missed