November 21, 2024

આવતી કાલે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Share to


ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકુટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ હતી જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વ્હોરી હતી.હાલ ચૈતર વસાવા જેલમાં છે.પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.ત્યારે આવતી કાલે રવિવારના રોજ બપોરે નેત્રંગ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ઉપસ્થિતમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જે રેલીમાં દેશભરમાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે.જે રેલી વિશાળ જનસભામાં ફેરવાશે જે કાર્યક્રમને લઈ ડોમ ઊભા કરવાથી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જેમાં એક એસપી,પાંચ ડીવાયએસપી,20 પી.આઈ તેમજ 33 પી.એસ.આઈ અને 568 પોલીસ જવાનો,214 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 841 પોલીસ જવાનો ખડેપગે રહેશે

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed