“”આઝાદી બાદ ગામના રસ્તા બન્યા નથી”” ઝઘડિયા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે ત્યારે નાયબ કલેકટરને સરકારી બોરીદ્રા ગામના રહીશોની સ્ફોટક રજૂઆત…

Share to

૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે તેમ નથી અને બીમાર માણસોને સારસા રાજપારડી સુધી લઈ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ::ગ્રામજનો

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ

વિદ્યાર્થીઓને પણ શાળાએ પહોંચવા માટે રસ્તાના અભાવના કારણે સમસ્યાઓ ઊભી થાય છે તેવું આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટર ને પાઠવ્યું હતું…

જિલ્લાભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે અને સરકારની ૨૨ જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી કોણે કેટલો કઈ યોજનાનો લાભ લીધો તે જાતે અધિકારીઓ ઉપસ્થિત રહી જનતાને માહિતગાર કરી રહ્યા છે ત્યારે ભારત વિકાસ યાત્રા સાથે આવતા અધિકારીઓ તથા જવાબદાર હોદ્દેદારો સાંસદ ધારાસભ્ય અને નેતાઓની ફરજ પણ બને છે કે ઊંડાણના ગામડાઓમાં શું ખરેખર વિકાસ થયો છે ? ગામડામાં વસતી પ્રજાને તેની પ્રાથમિક જરૂરિયાત એવી રોડ રસ્તા વીજળી આરોગ્ય શિક્ષણ મળી રહ્યું છે ? ગઈકાલ અને આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝઘડિયા તાલુકામાં જ ભ્રમણ કરી રહી છે ત્યારે આજરોજ સારસા ગ્રામ પંચાયતને તાબામાં આવતા સરકારી બોરીદ્રા ગામના ગ્રામજનોએ પોતાના ગામમાં આઝાદી બાદ રસ્તા જ બન્યા નથી તેવું આવેદનપત્ર ઝઘડિયા પ્રાંત અધિકારીને પોતાના પરિવારોને સાથે ઉપસ્થિત રાખી પાઠવવામાં આવ્યું છે.

સરકારી બોરીદ્રા ના ગ્રામજનોએ નાયબ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારા ગામમાં આજ દિન સુધી પાકો રસ્તો નથી કે કોઈ સુવિધા નથી, અમારા ગામમાં જવા આવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ ગામમાં કાચો રસ્તો આવેલો છે આ રસ્તા પર ખેડૂતોના ખેતરો પણ આવેલા છે, જો આ રસ્તો પાકો બનાવવામાં આવે તો ઘણો ફાયદો થાય એમ છે જેમ કે પ્રાથમિક શાળાના બાળકો આ રસ્તેથી ભણવા માટે જાય છે અને ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ પણ નથી આવી શકતી જો આ માર્ગ બનાવામા આવેતો ઇમરજન્સી વાહનો તથા અન્ય સાધનો ગામમાં આવી શકે એમ છે, અત્યારે આ ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી આ રસ્તા પરથી ગામના લોકો મજૂરી અર્થે જાય છે ખેતરો સહીત ના પાકો લાવવા માટે પણ આ માર્ગ અગત્યનો હોઈ જે બને તો લોકો ને સુવિધા મળી રહે તેમ છે , ગામમાં આવવા જવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી તેમણે માંગ કરી હતી.


Share to