DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જિલ્લામાં મકાનો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો જમા કરાવવા અંગેનું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

Share to


ભરૂચ – મંગળવાર – ગુપ્તચર સંસ્થાના અહેવાલ તથા અગાઉ પુલવામાં ખાતે સી.આર.પી.એફ. ના કાફલા ઉપર થયેલ આતંકવાદી હુમલો, અસામાજીક તત્વો દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા મહારાષ્ટ્ર રાજય પુના શહેરના ભરચક વિસ્તાર જંગલી મહારાજ રોડ ઉપર લગભગ ૪૦ મીનીટના સમયગાળામાં અને ફકત એક કિલો મીટરના દાયરામાં “Low Intensity” ના ચાર સીરીયલ બ્લાસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ તથા તે બોમ્બ એ.ટી.એસ. દ્વારા ડીફયુઝ કરવામાં આવેલ, તદઉપરાંત નવી દીલ્હી ખાતે માનનીય વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાન નજીક ઈઝરાઈલી એમ્બેસીના વાહન ઉપર તા.૧૩/૦૨/૨૦૧૨ના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવેલ, તેમજ તા.૦૭/૦૯/૨૦૧૧ના રોજ દિલ્હી હાઈકોર્ટના બહારના ભાગે બોમ્બ બ્લાસ્ટ થયેલ તથા ગુજરાત રાજયમાં ૧૭ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયેલ છે. અમદાવાદ તથા સુરત શહેરમાં જુલાઈ-૨૦૦૮માં થયેલ બોમ્બ ધડાકા ઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી,અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારામાં ગુપ્ત આશરો મેળવી પોતે નકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.
આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુમારી અને જાહેર જનતાની સંપતીને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે છે. આ માટે ત્રાસવાદી અસામાજીક તત્વો જીલ્લા શહેર તથા અલગ અલગ વિસ્તારોમાં મજુરો, કડિયાકામ, ઈંટોના ભઠ્ઠાના, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ-ગેસ્ટહાઉસમાં રસોઈયા, ફેકટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો/લારી ઉપર તથા કલરકામ કરતા કારીગર તરીકે રોજગારી આપી રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન/એકમ ભાડે રાખી રહેતાં હોય છે અને કામદાર તરીકે રાખતાં હોય છે તેવું અગાઉ બનેલા કિસ્સાઓમાં જાણવાં મળ્યું છે. જેથી જીલ્લાના અલગ અલગ મકાનો, એકમો તથા દુકાનો ભાડે આપતા માલિકો આવા શંકાસ્પદ વ્યકિતઓથી તંત્રને નિયમીત રીતે માહિતગાર કરે તેવા શુભ આશયથી તથા જો તેમ ન કરે તો તેના ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.
આથી, ભરૂચ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.આર.ધાધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ એ આથી હુકમ કરે છે કે, ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં અલગ અલગ મકાનો, એકમો તથા દુકાનો ભાડે આપતા માલિકો વગેરેએ આ સાથે સામેલ રાખેલ નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરી ફરજીયાત પણે સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી ૬૦ દિવસ સુધી કરવાનો રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત્ત કરવામાં આવે છે. તેમ ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


Share to

You may have missed