DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

.માંડવીના જુના કાકરાપાર ગામમાં ભૂસ્તર વિભાગના દરોળા….. રેતી માફિયા ઓમાં ફંફળાટ.…..…… બે જેસીબી મશીન, એક ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.

Share to



.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*

માંડવી માંડવીના કાકરાપારમાં સુરત ભૂસ્તર વિભાગને રેતીચોરીની બાતમી મળતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં બે જેસીબી મશીન તથા એક ટ્રક મળી કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ માંડવીના કાકરાપાર ગામે મોટા પ્રમાણમાં રેતીખનન પ્રવૃત્તિ ઘણા સમયથી ધમધમતી હતી. જે અંગેની બાતમી સુરત ભૂસ્તર વિભાગના અધિકારીને મળતા તેમની સૂચના અનુસાર રોયલ્ટી ઈસ્પેક્ટર સહિતનો કાફલો
માંડવીના કાકરાપાર ગામે તાપી કિનારે સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચતાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં સ્થળ પરથી પરમિટ વગરનાં બે જેસીબી મશીન નં.(GJ-05-CE-8958) તથા બીજું મશીન નં.(GJ-06- VV-9927) બંનેના માલિક ગિરીશભાઈ ફિરકાભાઈ ચૌધરી, પ્રીતેશભાઈ
ભીમસિંગ ચૌધરી તથા (GJ-05-YY-6247) હિરલ રાકેશ ચૌધરીનો કુલ મુદ્દામાલ રૂ.50 લાખ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. આ બનાવથી રેતી-માટીખનન પ્રવૃત્તિ કરનારા માફિયાઓમાં ફફડાટ ફેલાવા સાથે ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, માંડવી તાલુકામાં રેતી-માટીખનન પ્રવૃત્તિ કેટલો સમય બંધ રહેશે એ જોવાનું રહેશે.પરંતુ રેતી-માટીખનન પ્રવૃત્તિ બલાલતીર્થ, કાકરાપાર, મગતરા, બૌધાન, કોસાડી, ખેડપુર, પુના, વાઘનેરા, મોરીઠા,સથવાવ સાલૈયા, ઘંટોલી, તુકેદ અરેઠ જેવાં અન્ય ગામોમાં મોટા પ્રમાણમાં ધમધમે છે. જે બાબતે સુરત ભૂસ્તર વિભાગ આંખ લાલ કરે તો સરકારને રોયલ્ટીનું થતું નુકસાન અટકી શકે આ સમગ્ર પ્રકરણ લોક મુખે ચર્ચા રહ્યું છે.


Share to