નેત્રંગ પોલીસે તાલુકાનાં ત્રણ ગામો મોટામાલપોર,અસનાવી, ઝરીયામાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર સલમાનને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Share to
નેત્રંગ તાલુકાનાં વિવિધ ગામોમાં મોટાપાયે ફરક આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે મોટામાલપોર ગામના નિશાળ ફળીયામા રહેતો ભોગીલાલ રમણ વસાવા અને અસનાવી ગામના સ્ટેશન ફળીયા વિસ્તારમા રહેતો પ્રવિણ રાવજી વસાવા અને ઝરીયા ગામે રહેતો મહેશ મંગા વસાવાના અડ્ડાઑ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 24 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે જુગાર અંગે પૂછપરછ કરતાં નેત્રંગના મોવી રોડ ઉપર રહેતો મુખ્ય સૂત્રધાર સલમાન અબ્દુલ મલીક પઠાણના કહેવાથી આંક ફરજ જુગારધામ ચલાવતા હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે સૂત્રધાર સલમાન પઠાણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to