November 1, 2024

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન*

Share to



પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન થયું છે. પંચમહાલના બાહુબલી નેતા પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા.

પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કરિયર

પ્રભાત સિંહ ચૌહાણે રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી તે પછી પ્રથમ બે વિધાનસભા ચૂંટણી 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા. 1990માં કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ તરફથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી. જોકે, તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા.ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

બાદમાં તેઓ પંચમહાલ લોકસભા બેઠક પરથી 2009 અને 2014માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.


Share to

You may have missed