ગુજરાત: વિકસીત ભારત @ ૨૦૪૭ તરફ અગ્રેસર

Share to

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ


આજે ભરૂચમાં જિલ્લામાં રાજય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો શુભારંભ કરાશે
——
ભરૂચ- ગુરૂવાર: આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે અંકલેશ્વર એસોસિએશન હોલ ખાતે “વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ભરૂચ ” ઉદ્ઘાટન સમારોહ યોજાશે

“વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ભરૂચ”માં જિલ્લાની વિવિધ કચેરીઓ, ખાનગી સંસ્થાઓ તથા ફાઈનાન્સિઅલ એકમોના કુલ ૩૯ જેટલા સ્ટોલ્સનું પણ પ્રદર્શન યોજાશે.

*કાર્યક્રમના મુખ્ય આકર્ષણો*: બી ટુ બી મીટિંગ, સેમિનાર -૧ બી એન એંજલ ઈન્વેસ્ટર, સેમિનાર-૨ ઈન્ડ્રસ્ટ્રી ૪.૦, સેમિનાર -૩ સર્ટાટઅપ એસ ઈન્વેસ્ટમેન્ટ એસેટ, સેમિનાર-૪ એક્સપોર્ટ ડોક્યુમેનટેશન તથા તા.૨૭ અને ૨૮ ઓકટોબર દરમિયાન એકિઝબિશન યોજાશે છે.

આ વેળાએ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વસાદિયા, ધારાસભ્યો સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી કે સ્વામી, શ્રી રિતેષભાઈ વસાવા ઉપસ્થિત રહેશે.
-૦-૦-૦-


Share to