દીપડાના બચ્ચાંને બંને આરોપી પોતાના ઘરે રાખી તેને માસ મચ્છી ખવડાવતા હતા.
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકના પાણેથા ગામમાંથી વન્ય પ્રાણીઓની સોદાબાજીનો પર્દાફાશ થતાં સમગ્ર ગુજરાત માં આના પડઘા પડ્યા છે. મુંબઈની વાઈલ્ડ લાઈફ ક્રાઈમ નિવારણ સંસ્થાએ વન વિભાગની
મદદથી દીપડાના બચ્ચા સાથે બે સોદાગરોને દબોચી લીધા હતા. જ્યારે વડોદરાના એક શખસને વાંન્ટેડ બતાવ્યો હતો. દીપડાના બચ્ચાંનો રૂપીયા 2 લાખ
એડવાન્સ પેટે સોદો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આરોપીઓ દીપડાની બચ્ચાંની ડિલીવરી આપવાને લઈ ગોળ ગોળ ફેરવતા હતા .
પાણેથા વિસ્તારમાં દીપડાના હુમલાની અને દેખાવાની ફરિયાદો ગત જુલાઈ મહિનામાં ઉઠી હતી. જેથી
જંગલા ખાતા દ્વારા દીપડાને પકડવા પીજરૂ મુકવામાં આવ્યું હતું. જેમાં એક મહિનાનું બચ્ચું પાંજરે પુરાયું હતું. જોકે,વન વિભાગ દીપડાના બચ્ચાંને પોતાના
હસ્તક લે, તેની પહેલા મુખ્ય સૂત્રધાર ગૌતમ સુર્યકાંત પાદરિયા અને હરેશ ઉર્ફે જલ્લો અરવિંદ પાટણવાડિયાએ પીંજરામાંથી બચ્ચાંની ઉઠાંતરી કરી
લીધી હતી. આ દીપડાના બચ્ચાંને બંને આરોપી પોતાના ઘરે રાખી તેને માસ મચ્છી ખવડાવતા હતા. ત્યારબાદ ગૌતમ અને હરેશે વડોદરાના ઈરફાન નામના
શખસને કહ્યું કે, અમારી પાસે દીપડાનું બચ્ચું છે. જેથી ઈરફાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો વીડિયો
મંગાવ્યો હતો. ઈરફાને દીપડાના બચ્ચાંને જોઈ રૂ. ૨ લાખ એડન્વાસમાં સોદો નક્કી કર્યો હતો. જેની જાણ
મુંબઈની વાઈલ્ડ લાઈફ નિવારણ સંસ્થાને થઈ હતી. તેમણે ડમી ગ્રાહક ઉભો કરી ઈરફાનનો સંપર્ક કરાવ્યો હતો,પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ઈરફાન કલકત્તા, અજમેર, મહારાષ્ટ્રના વડોદરા જિલ્લા સહિત આંતરરાજ્ય ઉતરપ્રદેશ ના ગોરખપુર સુઘી દીપડાના બચ્ચાંની ડિલીવરી આપવાના બહાને ગોળગોળ ફેરવતો હતો. જેમાં ઈરફાન કોની સાથે સંપર્કમાં છે તેની
માહિતી કઢાતા ગૌતમ અને હરેશના નામ બહાર આવ્યા હતા. જેથી હરેશ અને ગૌતમના ફોન ટ્રેસીંગ કરતાં બંનેના લોકેશન ઝઘડિયા તાલુકાના પાણેથા
ગામના નીકળ્યાં હતા જેથી ગતરોજ મુંબઈની વાઈલ્ડ લાઈફ ક્રાઈમ નિવારણ સંસ્થા ઝઘડિયા ખાતે પહોંચી હતી. જે બાદ DFO રઘુવીરસિંહ જાડેજા અને
ROF મીનાબેન પરમારને સાથે રાખી પાણેથા ગામમાં રેઈડ કરી હતી. જ્યાંથી આરોપી ગૌતમ સુર્યકાંત પાદરિયા અને હરેશ ઉર્ફે જલ્લા પાટવાડિયાને ચાર
મહિનાના દીપડાના બચ્ચાં સાથે ઝડપી
પાડ્યા હતા. જ્યારે ઈરફાન નામના શખ્સ ને વોન્ટેડ
જાહેર કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આતંરાષ્ટ્રીય બજારમાં દીપડાની કિંમત રૂ. 30 થી 35 લાખ રૂપીયા હોવાનું મનાય છે.