December 23, 2024

ભરૂચ જિલ્લા ના નેત્રંગ પંથક ના બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદશન કરાયું

Share to

ભરૂચ જિલ્લા માં ચોમાસાની ઋતુ બાદ થી જ જિલ્લા ના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં રસ્તાઓની હાલત બિસ્માર બની છે,મુખ્ય માર્ગો પરજ ઠેરઠેર મસ મોટા ખાડા અને રસ્તા પર થી વાહન પસાર કરી લઈ જવુ પણ મુશ્કેલી સમાન બન્યું છે, તંત્ર માં સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા અવાર નવાર રજુઆતો કરી છે છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ સાથે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી, અને આવ્યું છે તો માત્ર પેચ વર્ક કામગીરી કરી તંત્ર એ સંતોષ માળ્યો છે,

ત્યારે આજ રોજ જિલ્લા ના નેત્રંગ ચારરસ્તા વિસ્તાર માં યુવા કોંગ્રેસ દ્વારા નિદ્રા માં રહેલા તંત્ર ને જગાડવા ના ભાગરૂપે અને રસ્તાઓની કામગીરી માં ભ્રસ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ ના આગેવાનો ની હાજરી માં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હત તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પણ સુત્રોચાર કર્યા હતા

નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર માં કોંગ્રેસ ના લોકસભા બેઠક ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન ની આગેવાની માં વિરોધ પ્રદશન કોંગ્રેસ ના કાર્યકરોએ કર્યું હતું, જેમાં તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી ખકડજનક બનેલા બિસ્માર માર્ગો નું વહેલી તકે સમારકામ હાથધરવામાં આવે તેવી માંગ કરી હતી


Share to

You may have missed