December 23, 2024

નેત્રંગ-અંકલેશ્વર રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો : સાંસદ મનસુખભાઇ વસાવા

Share to



* ગ્રામજનોએ ભ્રષ્ટાચાર-ગોબાચારીની રજુઆત સાંસદને કરી

* ઉડતી ધુળની ડમરીથી રહીશો બેહાલ બનતા ઉગ્ર આંદોલનના અણસાર



નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે નેત્રંગ તાલુકાના રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી-ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચચાઁઇ રહ્યું છે.માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ચોપડે બતાવી શકાય તે માટે પ્રા.સમારકામ કરાયું હતું.નેત્રંગ ગામમાંથી અંકલેશ્વર-બુરહાનપુર અને ઉમરગામથી અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત-દિવસ ભારે હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમતો હોવાથી ઉડતી ધુળની ડમરીથી સ્થાનિક રહીશો બેહાલ બની ગયા છે.શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડતા નેત્રંગના પારસી ફળીયામાં રહેતા નકુલ મોદીની આગેવાનીમાં ગ્રાજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલીક ધોરણે રોડ-રસ્તા ઉપર પેચવકઁ કરવાની માંગ કરી હતી.પરંતુ કોઇપણ પ્રકારની કાયઁવાહી થઇ નહતી.તેવા સંજોગોમાં ગ્રામજનો ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને ધારાદાર રજુઆત કરતાં સાંસદ જણાવ્યું હતું કે,નેત્રંગ-અંકલેશ્વર રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને તેના ઉપસ કડકહાથે કાયઁવાહી કરવાનું અધિકારીઓને સુચના આપી છે.ઉડતી ધુળની ડમરીથી રહીશો બેહાલ બનતા આગામી સમયમાં રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનના અણસાર જણાઇ રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed