September 7, 2024

માંડવી તાલુકા ના સાલૈયા ગામેછેલ્લા 4 દિવસો માં બે દીપડા પાંજરે પુરાયા…..

Share to




રિપોર્ટર…..નિકુંજ ચૌધરી


સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આવેલ સાલૈયા ગામે દૂધ ડેરી નજીક આવેલ અશ્વિનભાઈ ચૌધરી અને દિલીપ ભાઈ ચૌધરી નાં ખેતરની પાળ પર મુકેલ પાંજરા માં ગત ૧૫ મી ઓક્ટોબર નાં રોજ રાત્રે એક વાગ્યે નાં સમયે દિપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગ દ્વારા પાંજરે પુરાઈલા દિપડા ને ૧૬ મી સપ્ટેમ્બર ની સવારે લઈ ગયા હતા. અને લોકો માંગને ધ્યાનમાં લઈ બીજું પાંજરૂ દિલીપભાઈ ચૌધરી નાં ખેતરમાં મુકવામાં આવ્યું હતું જેમાં આજ રોજ મોળસકે 4 વાગ્યે નાં સમયે ખૂંખાર દિપડો પાંજરે પુરાયો હતો.
માહિતી અનુસાર માંડવી નાં સાલૈયા ગામે દૂધ ડેરી નજીક આવેલ અશ્વિનભાઈ ચૌધરી અને દિલીપ ભાઈ ચૌધરી નાં ખેતરમાં દિપડા રહેતા હોવાનું જાણવા મળતાં ખેતર માલિકે વનવિભાગ ને જાણ કરી હતી જેને પગલે ચાર દિવસ અગાઉ દિપડો પાંજરે પુરાયો હતો અને બીજું પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે નાં સમયે ખૂંખાર દિપડો શિકાર ની લાલચ માં આવી પાંજરા માં મુકેલ મારણ નો શિકાર કરવા જતા પાંજરે પુરાયો હતો. કદાવર દિપડો હોવાથી દિપડો ભારે અવાજ કરતાં લોકો દિપડા ને જોવા માટે ઉમટી પડયા હતા. જ્યારે દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગ ને થતાં તાત્કાલિક તેમની ટિમ સાલૈયા મુકામે પહોંચી વહેલી સવારે પાંજરે પુરાઈલા દિપડા ને લઈ ગયા હતા.? અત્રરે ઉલ્લેખનીય છેકે સાલૈયા ગામે હજુ પણ વધુ દિપડાઓ હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. વનવિભાગ દ્વારા સાલૈયા ગામે ફરી પાંજરૂ મારણ સાથે મુકવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે.


Share to

You may have missed