રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવા ના હર્ષ સંઘવી ના મૌખિક આદેશ નું સુસુરીયું!

Share to



પ્રતિનિધિ દૂરદર્શી ન્યુઝ:-

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવી જાહેરાત કરાઈ કે હવે ખેલૈયાઓ 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકશે પોલીસ ગરબા બંધ નહીં કરાવે…

પરંતુ હર્ષ સંઘવીના આ નિવેદનના 12 કલાકમાં જ સત્ય સામે આવી ગયું સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો આવેલ છે અગાઉ કે રાતના 12:00 વાગ્યા પછી અને સવારના 06:00 વાગ્યા પહેલા લાઉડ સ્પીકર વગાડવું નહીં, આ પ્રકારની ગાઈડ લાઈન હોવા છતાં પણ હર્ષ સંઘવી દ્વારા લોકોને માત્ર મૌખિક આદેશથી ખુશ કરવા માટેનું આ ગતકડું હોવાનું મનાઈ રહ્યું છે.

કારણ કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે નોંધ લેવામાં આવી છે અને એવું કહેવાયું છે કે બાર વાગ્યા પછી ગરબા રમી શકાશે નહીં. જો પોલીસ આ ગરબા બંધ નહીં કરાવે તો કોઈ પણ સામાન્ય માણસ પોલીસને આ બાબતે ફરિયાદ આપી શકે છે અને પોલીસે ફરિયાદ દાખલ કરવી પડશે.

જો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ખરેખર ગુજરાત ની પ્રજા ને 12 વાગ્યા પછી ગરબા રમવા દેવા ના પક્ષ મા હોત તો તેઓ લેખિત આદેશ આપી શક્યા હોત, પણ તેઓ જાણતા હશે કે કાયદેસર આવો આદેશ આપી શકાય નહીં એટલે જ તેઓ માત્ર પ્રજા ને 2024 ની ચૂંટણી અગાઉ બહુમતી પ્રજા નું મન જીતવા આ કામ કર્યું હશે, એવું વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ પણ કહી ચુક્યા છે.


Share to

You may have missed