ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં જાહેરનામાનો ભંગ કરતા સિક્યુરિટી એજન્સીના માલિકો ઉપર તવાઈ આરંભિ…

Share to

એજન્સીના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૦૯ ગુના એસ.ઓ.જી.ભરૂચ દ્વારા દાખલ કરવામાં આવ્યા

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ,ઝગડીયા


ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સીઓ ગાર્ડ/ગનમેન/સુપરવાઇઝરનું પોલીસ વેરીફીકેશન નહી કરતા એજન્સીના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૦૯ ગુના એસ.ઓ.જી.ભરૂચ દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા…

વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના મુજબ તેમજ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા બહાર પડાયેલ જાહેરનામાના અનુસંધાને જિલ્લામાં પ્રાઈવેટ સિક્યુરીટી દ્વારા જવાનોની ભરતી કરી અલગ અલગ સ્થળોએ સિક્યુરીટી-સલામતી ફરજો બજાવતા જવાનોના સપુર્ણ બાયોડેટાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી.શાખા ભરૂચ ખાતે કરાવવાની હોય છે, તે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી. પીઆઇ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પામણીયા,પીએસઆઇ આર.એલ.ખટાણા,પીએસઆઇ આર.એસ.ચાવડા તેમજ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ જવાનો દ્વારા

અલગ અલગ ટીમો બનાવી પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા હોય તેવી એજન્સીઓની ચકાસણી કરતા પ્રાઈવેટ સિક્યુરીટી દ્વારા ગાર્ડ/ગનમેન/સુપરવાઇઝરનુ વેરીફીકેશન સ્થાનિક પો.સ્ટે. તથા એસ.ઓ.જી.શાખામાં નહી કરનાર એજન્સીઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૦૯ ગુના દાખલ કરવામાં આવ્યા હતા, અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસ.ઓ.જી. પોલીસ કાર્યરત રહેશે, એમ વધુમાં જણાવાયું હતું.
………………………………………..
જાહેરનામા ભંગ કરેલ ઇસમો:

(૧) દેવસીભાઈ દલાભાઈ ચૌધરી રહે- મ.નં-૭૨ રામદેવ ટેનામેન્ટ માસલી રોડ રાધનપુર તા-રાધનપુર જી.પાટણ–બનાસ સિક્યુરિટી એન્ડ પ્રસનલ ફોર્સ
****************************
(૨) અવધેશ લાલજી શુક્લા રહે- ૭૦૪/બી દર્શન કો.ઓ.હા.સો સુશ્રુશા હોસ્પિટલ પાસે વિજલપુર નવસારી — લાયન્સ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લિ.
****************************
(૩) રાજનાથ રામમુરત સીંગ રહે. મ.નં-૧૯ પંચવટી સોસાયટી ગડખોલ પાટીયા તા-અંકલેશ્વર જિ.ભરૂચ–દિપક એજન્સી
****************************
(૪)અમરજીત ત્રીભુવનસીંગ સીંગ રહે- બી-૩૪ સમૃધ્ધી પાર્ક કાપોદરા પાટીયા અંકલેશ્વર જીઆઈડીસી તા.અંકલેશ્વર જિ.ભરૂચ–પાર્વતી સિક્યુરિટી સર્વિસ
****************************
(૫) સંદીપ રમાશંકર તિવારી હાલ રહે- મ.નં-૧૪ ભારત નગર સોસાયટી ચાવજ ગામ તા.જિ. ભરૂચ મુળ રહે.ઉત્તરપ્રદેશ–બજરંગ સિક્યુરિટી સર્વિસ
*****************************
(૬) આકાશકુમાર સંજયભાઇ જોષી હાલ રહે. મકાન નંબર એ- ૧૧ અવધુત એવન્યુ ગામ તવરા તા.જિ. ભરૂચ મુળ રહે. બ્રાહ્મણ ફળીયું સારીંગ ગામ તા.કરજણ જી વડોદરા–રક્ષક સિક્યુરિટી સર્વિસ
****************************
(૭) સંજયભાઇ માણીકલાલ કોરલવાલા હાલ રહે- મ.નં- બી ૯૪૬, હનુમાન શેરી કબુતરખાના, લલ્લુભાઇ ચકલા, ભરૂચ–પી.જી.ફોર્સ-૧ સિક્યુરિટી સર્વિસ
****************************
(૮)અબ્દુલ રઝાક શેખ રહે.એફ/૧૧ ભાગ્યોદય સોસાયટી,અંકલેશ્વર,જિ.ભરૂચ–S.I.S.S.સિક્યુરિટી સર્વિસ
****************************
(૯) ખાન મહમદ આસીફ અબુજફર ખાન રહે.અંધાજનવાસ, રોકડીયા હનુમાનજીના ટેકરા પર, કસક, ભરૂચ–એકતા સિક્યુરિટી સર્વિસ.


Share to