ભરૂચ જિલ્લાની આંગણવાડીના બાળકો પ્લેકાર્ડ સાથે નાનકડી બાળરેલી યોજી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

Share to

*”સ્વચ્છતા હી સેવા: ભરૂચ જિલ્લો*

*પાયાના શિક્ષણમાં જ સ્વચ્છતાના પાઠ શીખવાનો અનેરો ઉત્સવ – “સ્વચ્છતા હી સેવા”*ભરૂચ- બુધવાર- કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ગાંધી જયંતી’ બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે અન્વ્યે ભરૂચ જિલ્લામાં બાળકો અને ગ્રામજનોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. નાના ભુલકાંઓએ “તન સ્વચ્છ તો મન સ્વચ્છ, “સૌનો સાથ, ગંદકીનો નાશ” તથા “સ્વચ્છતા ત્યાં સુંદરતા” જેવા સૂત્રોના લખાણ વાળા પ્લેકાર્ડ સાથે નાનકડી બાળરેલી યોજી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સાચા અર્થમાં પાયાના શિક્ષણમાં જ સ્વચ્છતાના પાઠ શિખવાનો અનેરો ઉત્સવ એટલે “સ્વચ્છતા હી સેવા” ચરિતાર્થ થતી દેખાઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં શાળાઓની આસપાસ, જાહેર જગ્યાઓ જેમ કે, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી જેવા સ્થળોએ શાળાના બાળકો , શિક્ષકો, SMC કમિટીના સભ્યો તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી, સ્વચ્છતા રાખવા માટે વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે, તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે. સાથે પ્રજાજનોને દૈનિક જીવન ધોરણમાં પણ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થશે.


Share to

You may have missed