*ડીસ્ટ્રીક્ટ લેવલે યોજાયેલી ઈવેન્ટની રમતોમાં ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા*
*ગોલ્ડ મેળવનાર તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ યોજાનાર ઇવેન્ટમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે*
ભરૂચ- મંગળવાર- ભરૂચ ખાતે school games federation of india ના નેજા હેઠળ એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એથલેટિક્સ ટુર્નામેન્ટમાં દોડ, તરણ, ખો- ખો,કબડ્ડી, જિમ્નાસ્ટીક, વોલીબોલ, ટેબલ ટેનિશ, બરછીંફેક, શુટીંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ જુદી- જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એક જ સ્કૂલના ૧૭ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.
ભરૂચ ખાતે યોજાયેલી school games federation of india એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલમાં અંડર ૧૪માં વસાવા રેખાબેને ૪૦૦મીટર દોડમાં ગોલ્ડ અને લોગ જમ્પમાં ગોલ્ડ મેળવ્યો, વસાવા યોગિતાબેન ૬૦૦ મીટર દોડમાં ગોલ્ડ અને ૨૦૦ મીટરમાં દોડમાં ગોલ્ડ, વસાવા રાહુલકુમારે ૬૦૦ મીટરમાં સિલ્વર, વસાવા રસનીબેન ૪૦૦ મીટરમાં સિલ્વર,વસાવા પ્રિયા બરછીફેંકમાં સિલ્વર,વસાવા શીતલ ૨૦૦ મીટર માં બ્રોન્ઝ મેળવ્યો હતો.
તેમજ અંડર ૧૭ માં વસાવા નીતિશા વિક્રમભાઈ ૩000 મીટરમાં ગોલ્ડ, વસાવા દીપિકા હાઈ જંપમાં ગોલ્ડ, વસાવા પ્રિંસિલા ૩000 મીટર દોડમાં સિલ્વર, વસાવા હરેશ લોંગ જંપમાં સિલ્વર,વસાવા હીનલ ૨00 મીટર દોડમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. અંડર ૧૯ માં વસાવા રાહુલ ૨00 મીટર દોડમાં સિલ્વર અને લોંગ જંપ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આમ કુલ ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. આમ ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મેડલ મેળવતા શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા આચાર્ય શ્રી રંજનબેન વસાવા અને શિક્ષકગણ અને કોચ એન.ટી.બિલાલા વતી રમતવીરોને અભીનંદન પાઠવ્યા હતા.
પ્રથમ નંબર મેળવનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાની ઇવેન્ટમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે શાળાના આચાર્ય શ્રી રંજનબેન દ્વારા આ વિદ્યાર્થીઓને સ્પોર્ટ લગતી તમામ સુવિધા પરી પાડશે જેમાં સ્પોર્ટ્સ શૂઝ, સ્પોર્ટ્સ યુનિફોર્મ વગેરેની ભેટ આપી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાવશે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
જૂનાગઢના સાસણમાં પોલીસને શારિરીક અને માનસિક તનાવ મુકત કરવા માટે તા.૧૪,૧૫,૧૬ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી “ડિટોક્સ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું.પોલીસ કોન્સ્ટેબલથી એસ.પી. આઈ.પી.એસ. સહીત શિબિરમાં જોડાયા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ