પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૬-૦૭-૨૪.
રાજય ભરમા ચાંદીપુરા વાયરસ પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામે પ્રથમ ચાર વર્ષ ના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જીલ્લા ભરનુ આરોગ્ય તંત્ર હરકતમા આવી ગયુ.
બાળક ને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામા આવ્યો હતો. જયા તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો ન લીધો તેવામા. નેત્રંગ
મોવી રોડ ઉપર આવેલ ખરેઠા ગામે પણ ચાર વર્ષ ના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખાદેતા તેને ગઇ કાલે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે થી વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવેલ જેને લઇ ને નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ.એન.સીંગ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ દુલેરા તેમજ આરોગ્ય વિભાગ ની ટીમે ખરેઠા ગામે પહોંચી જઇ ને તકેદારીના પગલા ભયાઁ હતા.ગામ મા દવાનો છંટકાવ સહિત સવેઁની કામગીરી હાથ ધરી હતી.ખરેઠા ગામના બાળકનુ ગોત્રી હોસ્પિટલ ખાતે આજે તા.૨૬મીના રોજ બપોરના બે કલાકે સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હોવાનુ નેત્રંગ આરોગ્ય વિભાગ ના મુખ્ય અધિકારી ડૉ એ.એન.સીંગે ટેલિફોનિક વાતચીત મા જણાવ્યુ હતુ.
નેત્રંગ તાલુકામા શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનુ મોત થતા નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમા મા બાપોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક નેત્રંગ તાલુકામા તકેદારીના પગલા ભરે તેવુ ચચાઁઇ રહ્યુ છે. નેત્રંગ.
ખ
રેઠા ગામે નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારીની સીધી દેખરેખ હેઠળ ટીમ થકી સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.