October 1, 2024

ઝગડીયા GIDC થી સરદાર પુરા જતા વિસ્તાર માં છેલ્લા 10 થી 12 દિવસ દરમિયાન આંઠ થી દશ ગાયો મરી જતા ચકચાર..

Share to

છેલ્લા કેટલાય દિવસ થી થઈ રહ્યા છે એક બાદ એક ગાયો ના મૃત્યુ…

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 27-09-23

ભરૂચ જિલ્લા ના ઝગડીયા GIDC થી સરદારપુરા ગામ તરફ જતા વિસ્તાર માં ઘણા કેટલા દિવસ થી ગાયો ના મૃત્યુ થવાના બનાવ બની રહ્યા છે જેમાં છેલ્લા 12 દિવસ દરમિયાન આઠ થી દશ ગાયો ના એક બાદ એક મૃત્યુ થતા સમગ્ર પંથક માં આરેરાટી વ્યાપી જવા પામી છે ઝગડીયા GIDC પોલીસ સ્ટેશન માં જાણવા જોગ ફરિયાદ મુજબ કેટલા દિવસ થી ગાયો ના કોઈક કારણોસર મૃત્યુ થઇ રહ્યા છે અને તે બિનવારસી હોઈ તેની જાણ કોઈ પણ પશુપાલક દ્વારા આ લખાઈ રહ્યું છે ત્યા અત્યારસુધી કોઈ શોધ ખોડ કરવામાં કે ફરિયાદ નોંધવામાં આવી ના હતી જેને લઈ ઝગડીયા GIDC ના PSI દ્વારા આ ગાયોનો FSL ની ટિમ બોલાવી અને મરણ જનાર ગાય ના મેડિકલ કરાવી સેમ્પણ લેવામાં આવ્યા હોય તેવું ઝગડીયા GIDC ના પીએસઆઇ દ્વારા મૌખિક જાણવા મળ્યું છે ત્યારે એફ એસ એલ દ્વારા નમુના લઈ અને આ ગાયોનું કયા કારણોસર મૃત્યુ થયેલ છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે..

ઉલ્લેખનીય છે કે આ સરદારપુરા ચોકડી વિસ્તારમાં ઉદ્યોગો અને દુકાન સહિત નો કચરો પણ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં જાહેરમાં રોડ ની પાસે નાખતા હોઈ છે જેમાં કોઈક ઝેહરિલી વસ્તુઓ હોઈ શકે છે જેને ખાવાથી અથવા વરસાદી કાસ માં છોડેલ પાણી પણ પશુઓ દ્વારા પીવાથી તેઓ ના અકાડે મૃત્યુ થવાની પ્રાથમિક દ્રષ્ટિ એ માનવામાં આવી રહ્યું છે અને આ ગાયો ના મૃત્યુ GIDC થી સરદારપુરા જતા ચોકડી થી 500 મીટર ના વિસ્તારમાં થયેલ હોઈ તેમ જાણવા મળ્યું છે અને આ બધીજ ગાયો વિના માલિક બિન વારસી હોવાનું જણાયું છે તો સવાલ એ કે આટલી બધી ગાયો આ વિસ્તારમાં આવી ક્યાંથી ?..ત્યારે પશુ ના મૃત્યુ ક્યાં કારણોસર થયા તેતો FSL નો રિપોર્ટ આવ્યા બાદજ ખબર પડશે…


Share to

You may have missed