September 7, 2024

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે ″વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ″ અન્વયે બેઠક યોજાઈ

Share to



જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ તથા ઔધોગીક સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ: બુધવાર: જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ અન્વયે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષપદેથી જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાતની જે રીતે ઉજવણી થાય તેમ જિલ્લા કક્ષાએ પણ ઔધોગીક એકમોના સંકલન સાધીને વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની થીમ ઉપર બિઝનેશ એકસ્પોનું પ્રદર્શન અંકલેશ્વર ખાતે આગામી ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યોજાવા જઈ રહ્યું છે.

વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ એક્ઝીબીશનની વિસ્તૃત માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે , ૨૫થી વધું સ્ટોલસ કે જેમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ જેમ બજાર, હસ્તકળાના સ્ટોલ, સખી મંડળ દ્વારા ઉત્પાદન કરાતી પ્રોડક્ટ, સ્ટાર્ટ અપ અને એક્સપોર્ટ સેમીનાર,લોન મેળો, ખાનગી તથા સરકારી બેંક થકી ફાઈનાન્સીયલ ઈન્કસુઝન થાય તે રીતની આ નવીન પહેલ ગણાવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ તથા જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ તથા ઔધોગીક સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed