નમઁદા જીલ્લા LCB પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચોરને મોટરસાયકલ સાથે ઝડપી લેતા.

Share to

ચોરાએલી મોટરસાયકલ ના માલિકે ૧૦૨ દિવસ બાદ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવી.



નેત્રંગ.  તા.૧૩-૦૯-૨૦૨૩.

નમઁદા જીલ્લા એલસીબી પોલીસે ડેડીયાપાડા – સાગબારા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચોરને મોટરસાયકલ સાથે ઝડપી લીધાની જાણ ચોરાએલ મોટરસાયકલ ના માલિક ને થતા જ ૧૦૨ દિવસ બાદ મોટરસાયકલ પરત મેળવવા માટે નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.
નેત્રંગ નગર ના આનંદ નગર સોસાયટીમા રહેતો ઉસ્માન સુભાન ગુલશેર શેખ પોતના કુટુંબ સાથે રહી ગામડાંઓમા મોટરસાયકલ પર સ્ટીલ ના વાસણો લઇ જઇ વેપાર ધંધો કરે છે. નીતીયકમ મુજબ તા,૧૭-૦૫-૨૦૨૩ ના રોજ પણ તે સવારના પોતાની હીરોહોન્ડ કંપની ની મોટરસાયકલ નંબર જીજે ૧૬ સીજે ૬૨૮૦ પર સ્ટીલ ના વાસણો લઇ વેપાર ધંધા માટે ગયો હતો. રાત્રિ ના જમી પરવારી સુઇ ગયા હતા. બીજા દિવસે એટલેકે તા.૧૮ મે ૨૩ ના રોજ સવારે ઉઠી જોતા પોતાના આંગણામા પોતાની મોટરસાયકલ નજરે નહિ પડતા પત્ની તેમજ બાળકોને ખબર પડતા આજુબાજુ જગ્યાએ સહિત અન્ય જગ્યાઓ પર તપાસ કરતા મોટરસાયકલ નહી મળતા ચોરી થયાનુ માલુમ પડેલ જેને લઈ ને બાદમા કોઇ તપાસ કે પોલીસ સ્ટેશન મા ફરીયાદ પણ કરેલ નહી.
તા,૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ નમઁદા જીલ્લા ની એલસીબી પોલીસે ડેડીયાપાડા – સાગબારા રોડ પર કંકાલા ચેકપોસ્ટ ઉપર વાહનચેકિંગ હાથ ધરેલ તે સમય દરમિયાન એક મોટરસાયકલ ચાલક ઇસમ પર શંકા જતા તેની પુછપરછ હાથ ધરતા તેનુ નામ મુદ્સીર ફયાઝ મકરાણી રહે અકકલકુવા નુ જણાવેલ તેની પાસેની મોટરસાયકલ ચોરેલ હોવાનુ માલુમ પડતા તેની અટક કરી ડેડીયયાપાડા પોલીસ સ્ટેશન મા મોટરસાયકલ જમા થતા.
નેત્રંગ ખાતે રહેતા ઉસ્માન શેખ તપાસ કરતા ચોરાએલ મોટરસાયકલ પોતાની હોવાનુ માલુમ પડતા મોટરસાયકલ પરત મેળવવા તા ૧૨ મી સપ્ટેમ્બર ૨૦૨૩ એટલેકે ૧૦૨ દિવસ બાદ નેત્રંગ પોલીસ સ્ટેશન મા મોટરસાયકલ ચોરાએલ ની ફરીયાદ દાખલ કરાવતા અનેક શંકાકુશંકા ઉભી થઈ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to