October 16, 2024

ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી.પી. શાહ વિદ્યામંદિર શાળા ખાતે બનેલ ઘટનાએ પંથકના લોકોની ચિંતા વધારી.. આ ઘટના કયા કારણોસર બની હતી જેનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ

DNSNEWS ઝગડીયા 25-08-23

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની ડી.પી. શાહ વિદ્યામંદિર શાળામાં ગતરોજ એક ઘટના બની હતી જેમાં એકાએક વિદ્યાર્થીઓમાં શ્વાસની તકલીફ જણાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતી, ત્યારબાદ આજરોજ વધુ એક શાળાની એક વિદ્યાર્થીની ને શ્વાસની તકલીફ જણાતા ઝઘડિયા તાલુકા સહિત રાજપારડી પંથકના લોકોની ચિંતામાં વધારો થયો છે,અવિધા સીએસસી પર ફરજ પરના તબિબ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલ નિવેદનમાં જણાવ્યું હતું કે આ બનાવ વિદ્યાર્થીઓને કોઈ ચીજ ખાવામાં આવી હોવાથી બની નથી પરંતુ વાયુ પ્રદૂષણ ( એર પોલ્યુશન ) આ ઘટના બનવાનું કારણ હોઈ શકે તેમ જણાવ્યું હતું.

જ્યારે ઝઘડિયા મામલતદાર દ્વારા ભરૂચ કલેકટરને લેખિતમાં કરેલ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ઘટના શીતળા સાતમ નિમિત્તે ખાવામાં આવેલ વાસી ખોરાકના લીધે બની હોવાનું જણાવ્યું હતું ,બંને અધિકારીઓના અલગ અલગ નિવેદનથી કેટલાક તર્ક વીતર્ક સર્જાયા છે,

હાલતો આ ઘટના કયા કારણોસર બની હતી જેની તપાસ નો ધમધમાટ વિવિધ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આજરોજ સવારે ફોરેન્સિક લેબ ની ટીમ દ્વારા શાળા સંકુલ માં તપાસ કરી પાણી સહિત વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારબાદ જીપીસીબી ની ટીમ દ્વારા પણ રાજપારડી ખાતે વાયુ પ્રદૂષણ સહિતની તપાસ કરવામાં આવી હતી જોકે આ બનાવ કયા કારણોસર બન્યો છે એતો ઉડાન પૂર્વકની તપાસ બાદજ બહાર આવશે પરંતુ હાલતો આ બનાવ ને લઇ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે…


બાઈટ / પિંકલ ગોહિલ / આરોગ્ય અધિકારી અવિધા CHC


Share to

You may have missed