February 21, 2024

વાલિયાનાં ડુંગરી ગામે જમવા બાબતે સગા પુત્રએ પિતાને માથામાં લાકડાના સપાટા મારી ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો તપાસ હાથ ધરી છે

Share toવાલિયા તાલુકાનાં ડુંગરી ગામના કણબીપીઠા ફલિયામાં રહેતાં બબીતાબેન અંબુભાઈ વસાવા ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ પોતાના પતિ અંબુભાઇ વસાવા અને પુત્ર ભાવેશ વસાવા સાથે રાતે નવ કલાકે જમવા બેઠા હતા તે દરમિયાન પુત્રએ માતાને કેમ સારું જમવાનું બનાવેલ નથી તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરતાં પિતાએ પુત્ર ભાવેશને જે બનેલ છે તે ચૂપચાપ જમી લે તેમ કહેતા જ આવશેમાં આવી ગયેલા પુત્રએ આજે તો તને મારી નાખું તેમ કહી લાકડાના પાટિયા વડે પિતાને માથાના ભાગે અને હાથમાં જીવલેણ હુમલો કરતાં તેઓ ધળી પડ્યા હતા જેઓને પત્ની અને પુત્રીએ તાત્કાલિક 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયા ત્યાં બાદ ભરુચ સિવિલ હોસ્પિટલ ત્યાથી વડોદરા અને ત્યાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અંબુભાઇ વસાવાનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી હત્યારા પુત્રને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to