નેત્રંગ વાલિયા ઝગડીયા સહિત ના જિલ્લા મા વેંચતા દારૂ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ વિભાગ દ્વારા રાજપારડી પોલીસ સ્ટેશનના PSI પી.એમ. દેસાઇને સસ્પેન્ડ કરાયા, ગતરોજ રાજપારડી ખાતે મોટી માત્રામા LCB પોલીસ દ્વારા દારૂ પકડ્યા બાદ એસપી દ્વારા કરવામાં આવી કાર્યવાહી…

Share to

ભરૂચ SP મયુર ચાવડાએ ઝીરો ટોલરેન્સ પધ્ધતિથી કામગીરી કરવાના સંકેતો આપ્યા…

ગત તારીખ 1 ઓગસ્ટ નાં રોજ દૂરદર્શી ન્યુઝ દ્વારા વાલીયા અને નેત્રંગ માં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને રોડ ઉપર ઇંગલિશ દારૂ ની ખાલી બોટલ જોવા મળી રહતી હોય એવા ન્યુઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેની અસર રાજપારડી પોલીસ વિસ્તાર માં જોવા મળી હતી માત્ર 23 દિવસ માજ રાજપારડી પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ પી.એમ દેસાઇને સસ્પેન્ડ કરીને ભરૂચ SP મયુર ચાવડાએ ઝીરો ટોલરેન્સ પધ્ધતિથી કામગીરી કરવાના સંકેતો આપ્યા છે. પીએસઆઇ પી.એમ દેસાઇને સસ્પેન્ડ કરાતા ભરૂચ જીલ્લા પોલીસતંત્ર સહિત ગાંધીનગર સુધી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને પીએસઆઇ આર.કે ટોરાણી સહિત પો.કર્મી પેટ્રોલિંગમાં હતા. જે દરમ્યાન રાજપારડી ટાઉનમાં સડક ફ્ળીયામાં રહેતા સુનિલ મયજી વસાવાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ પાડતા વિદેશી દારૂની બોટલ નંગ ૬૧૨ જેની કિંમત રૂ.73,200 /- નો મુદ્દામાલ મળી અવ્યો હતો.જ્યારે સુનિલ મયજી વસાવાના વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજપારડી ગામમાંથી રૂ.73,200 /- નો વિદેશી દારૂનો જથ્થો પકડાતા ભરૂચ પોલીસવડા મયુર ચાવડાએ કડક હાથે કાયવાહી કરતાં રાજપારડી પો.સ્ટેશનના પીએસઆઇ પી.એમ દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.હવેથી જે-તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાય તો બુટલેગરની સાથે પીએસઆઇ અને પો. કર્મચારી ઉપર કડક હાથે કાર્યવાહી કરાશે તેવું સૂત્રો પાસે થી જાણવા મળ્યું છે. કેટલાક પો.સ્ટેશનના પીઆઈ-પીએસઆઈ બેરોકટોક ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓને તાત્કાલિક ધોરણેબંધ કરાવાની વિભાગ દ્વારા સુચનાઓ આપ્યાના અહેવાલ મળ્યા છે. ત્યારે હવે જોવું એ રહિયું કે શું આની અસર ખાલી રાજપારડી વિસ્તાર સુધી જ પૂરતી રહશે કે પછી વાલીયા અને નેત્રંગ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધન્ધા ઉપર પણ તવાઈ કરાય છે તેમ લોકો મુખે બંધ બારી એ ચર્ચા નો વિષય બન્યો છે

#DNSNEWS

#રિપોર્ટ -સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed