Share to

જોકે સ્થાનિક પોલીસ દારૂના થઈ રહેલા કટિંગ બાબતે અજાણ હોય ત્યારે જિલ્લા LCB આ મામલે વધુ હોંશિયાર પુરવાર થઇ છે.

ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરૂચ LCB એ જડપી પડતા સ્થાનિક પોલીસ ઉપર સવાલો ઊભા થયા.આટલી મોટી માત્રામાં વેદિશી દારૂ મળી આવતા દારૂ બંધી માત્ર કાગળ ઉપર હોય એ ફલિત થાઈ છે સ્થાનિક પોલીસનું પેટ્રોલીંગ માત્ર દેખાવ પૂરતું ભરૂચ એલસીબી રેડ કરી દારૂ જડપી શકે તો સ્થાનિક પોલીસ કેમ નહિ કે પછી સેટિંગ ડોટ કોમ? જોવું રહ્યું હવે ભરૂચ એલસીબી ની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ શું કરે છે ?

ભરૂચ એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડ તેમની ટીમ સાથે ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, રાજપારડીનો લીસ્ટેડ બુટલેગર વિજયભાઇ અંબુભાઇ વસાવા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ચંદન પાર્ક સોસાયટીની સામે આવેલ ખેતરમાં કટીંગ કરે છે. બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ માણસો સાથે રેડ કરતા ખેતરમા ઘાસના ઢગલામાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના રૂ.3,40,800 ના વિદેશી દારૂની 3012 બોટલો મળી આવી હતી બે આરોપીઓ વિજયભાઇ અમરસંગભાઇ ઉર્ફે અબુ વસાવા રહે, રાજપારડી ઉમીયાનગર નેત્રંગ રોડ, તાલુકા ઝઘડીયા તેમજ અમિત ઉર્ફે ડોલલાલ ઠાકોરભાઇ વસાવા રહે, કરજણ કોલોની સામે નેત્રંગ રોડ રાજપારડી ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed