November 21, 2024

સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા પ્રવાસીઓના વાહન અકસ્મત નો ભોગ બન્યા..

Share to



રાજપીપળા નજીક હાઇવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ગાડી ધડાકા ભેર અથડાયી..



ટેમ્પો ટ્રાવેલર ભટકાઈ જતા, 1 નું મોત..



નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નાં કરજણ બ્રિજ નાં બીજા છેડે સુરત થી પૂરપાટ આવી રહેલી ટેમ્પો ટ્રાવેલર્સ બસ નંબર GJ. 27.X. 8800 ત્યાં ઉભેલી ટ્રક નંબર MH.18.BG. 4267  માં પાછળ થી ઘુસી ટેમ્પો ટ્રાવેલર્સ ની ડ્રાઈવર સાઈટ નાં ભુક્કા બોલાઇ ગયા હતા જ્યારે ધડાકાભેર અથડાયેલી આ બસ માં બેઠેલા લોકો પૈકી 14 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બસ નાં ચાલકને વધુ ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે.



જોકે જાણવા મળ્યા મુજબ આ બસ માં આવતા લોકો સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના ની જાણ થતા જ રાજપીપળા ટાઉન પીઆઈ ચૌધરી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ટ્રાફિક હળવો કરવા ક્રેન બોલાવી ટ્રક અને બસ ને ત્યાંથી હટાવવા કાર્યવાહી કરી હતી.રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ રખાયેલા 14 દર્દીઓ પૈકી એક યુવાન નું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.




– અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલી નર્મદા પરિક્રમા માં રાજપીપળા પોલીસ મથકનો મોટા ભાગનો પોલીસ સ્ટાફ ત્યાં બંદોબસ્ત માં હોવાથી આવી ઘટના બને ત્યારે પોલીસ સ્ટાફ ઓછો પડતો હોય ત્યારે પોલીસ ને ડબલ બાજુ નાસભાગ કરવાથી પોલીસની હાલત દયનીય બનતી હોય છે.


આ અકસ્માત માં ઇજા પામેલા અને રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ રખાયેલા દર્દીઓમાં…


(૧) ડો.મીરાબેન દેસાઈ(૫૮) સુરત,(૨)ઉત્સવીબેન મેહુલભાઈ દેસાઈ (૨૬) નવસારી(૩) હેમલતા બેન મેહુલભાઈ દેસાઈ (૩૯)નવસારી(૪)જયેશભાઇ રામુભાઇ દેસાઈ (૬૦) રહે.સુરત(૫) કેતનભાઇ ઇન્દ્રવદન ભાઇ દેસાઈ(૫૮).રહે.સુરત(૬) મેહુલભાઈ એ દેસાઈ (૫૦) નવસારી(૭) પ્રીતિબેન કુમારભાઈ દેસાઈ(૫૮) રહે.સુરત(૮) ઉષાબેન ઇન્દ્રવદન ભાઇ દેસાઈ (૩૦)રહે. સુરત(૯)સમીરભાઈ દેસાઈ(૫૦) રહે.સુરત(૧૦) હેલીબેન સમીરભાઈ દેસાઈ(૨૬) રહે.સુરત (૧૧) કુમારભાઇ ઇન્દ્રવદનભાઇ દેસાઈ(૩૫) રહે.સુરત (૧૨) સોહિલભાઈ ભાલોડીયા (૩૬) રહે.સુરત (૧૩) ચિત્રાંગ કુમારભાઈ દેસાઈ(૨૯) રહે.સુરત(૧૪) પારૂલબેન જયેશભાઈ દેસાઈ(૪૦) રહે.સુરત નાઓ ને ગંભીર ઈજાઓ થતા તત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ચીત્રાંગ દેસાઈ નામના યુવાનનું મોત થયું હતું.રાજપીપળા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈકરામ મલેક) – રાજપીપળા :#DNSNEWS


Share to

You may have missed