September 7, 2024

આમલઝર ગામે ગાડી ની ઓવરટેક કરવા બાબતની રીશ રાખી પરીવાર ઉપર લોખંડ ની પાઇપો અને લાકડીઓથી માર મારવામાં આવ્યો…13 સહિત અન્ય લોકો ના ટોળા ઉપર પોલીસ ફરિયાદ

Share to

ઝગડીયા ની એક કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવક ઉપર 13 થી વધુ લોકોનો હુમલો..


રાજપારડી પોલીસ સ્ટેશન તરફથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના આમલઝર ગામે ગત તારીખ 16-04-2023 ના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી કરણભાઇ ગીરીશભાઇ પોતાના ઘરેથી રાજપારડી તેની દાદીને લેવા માટે જતો હતો તે વખતે તેનાજ ગામના ધ્રુવ ઉર્ફે ચીન્ટુ બચુભાઇ વસાવા નાઓ તેની ફોરવ્હીલ ગાડી લઇને તેની આગળ જતો હતો અને ઓવરટેક કરવા માટે જગ્યા આપતો ન હતો જે બાબતે કરણની ધ્રુવ ઉર્ફે ચીન્ટુ સાથે બોલાચાલી થયેલી જેની જાણ ચિન્ટુ ના પિતા બચુભાઇ ઇશ્વરભાઇ વસાવા નાઓને કરેલી અને ત્યારબાદ રાત્રીના આશરે સવા નવેક વાગ્યાના અરસામાં કરણ તથા તેનો મિત્ર અંકીત અરવિંદભાઇ વસાવા નાઓ અંકીતની મોટરસાયકલ લઇને તેના ઘરેથી નોકરી ઉપર જવા રવાના થયાં હતા તે વખતે આમલઝર ગામના ખાડીના નાળાથી થોડેક આગળ અંકીતભાઇ બચુભાઇ અને અન્ય એક ઇસમ ઉભેલ હતા અને તેઓએ બાઈક ઉપર બેઠેલા કરણની મોટરસાયકલ રોકાવીને ગાડીની ઓવરટેકની બોલાચાલીની વાત તેના પિતા બચુભાઇ કેમ કરી છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો

અને ફોન કરીને તેના મોટાભાઇ ધ્રુવને આ ઝગડા વાળી જગ્યા ઉપર આવવા જણાવેલ જેથી થોડીક જ વારમાં ધ્રુવ તથા શ્રેયાંશભાઇ શુકલભાઇ વસાવા તથા જતીનભાઇ અભેસીંગભાઇ વસાવા નાઓ ભેગા મળી તેમની ફોરવ્હીલ ગાડી લઇને ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને આ તમામે કરણ સાથે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા અને માં બેન સમાણી વિભસ્ય ગાળો બોલવા મંડ્યા હતા અને આ તમામ લોકો દ્વારા લાકડીઓ અને લોખંડની પાઇપો લઇને પૂર્વ તૈયારી થી આવ્યા હતા અને તેઓએ ભેગા મળી લાકડીઓ અને લોખંડની પાઇપો વડે ફરિયાદી કરણના માથાના ભાગે તેમજ પીઠના ભાગે અને હાથની આંગળીઓ ઉપર માર માર્યો હતો તેના કારણે કરણના માથામાંથી લોહી વહેવા લાગેલ અને તે નીચે પડી ગયો હતો ત્યારબાદ બચુભાઇ ઇશ્વરભાઇ વસાવા, ધ્રુવ ઉર્ફે ચીંટુ બચુભાઇ વસાવા, તથા અંકીતભાઇ બચુભાઇ વસાવા, શ્રેયાંશભાઇ શુકલભાઇ વસાવા, દીલીપભાઇ અરમસીંગભાઇ વસાવા, મેહુલભાઇ બાબુભાઇ વસાવા,વિશાલભાઇ સુરેશભાઇ વસાવા,બળવંતભાઇ અમરસંગભાઇ વસાવા, અર્પીતભાઇ સતિષભાઇ વસાવા, ધનશ્યામભાઇ મંગાભાઇના જમાઇ,રાજેશભાઇ ઉર્ફે હુકા, વેજેન્દ્રભાઇ ગણપતભાઇ વસાવા, તથા બીજા દસેક માણસો ભેગા મળી કરણ ના ઘરે ટોળું થઈ આવ્યા હતા અને કરણ ના ઘરની સામે આવેલ ગલ્લાની તોડફોડ કરી તેને નુકશાન કર્યું હતું અને ઘરની આગળ પડેલ બે મોટર સાયકલ અને એક ઇકો ગાડીને પણ તોડફોડ કરી નુકશાન પોંહચડ્યું હતું અને કરણના ઘરના દરવાજાને તોડી નાંખી અને ઘરમાં પ્રવેશ કરી કરણ ના પિતા ગીરીશભાઇ પ્રતાપભાઇ વસાવા તથા તેની માતા અનસોયાબેન ગીરીશભાઇ વસાવા તથા તેના મોટાભાઇ કિરણભાઇ ગીરીશભાઇ વસાવા નાઓને લાકડીઓ વડે પીઠ તથા શરીરના ભાગે માર માર્યો હતો અને આ તમામ લોકો જતા જતા કહેતા હતા કે આ વખતે તો તમે બચી ગયા છો જો ફરી વખત અમારુ કોઇનુ નામ લીધુ છે તો જાનથી મારી નાખીશુ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ કરણ ના મોટાભાઇએ 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા કરણ તથા તેના પરીવાર ને CHC અવિધા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને કરણ ને વધુ ગંભીર ઇજા ના કારણે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.. જેમાં કરણ ને માથા ના ભાગે પાંચ ટાકા આવ્યા હતા આ સંદર્ભે કરણભાઇ ગીરીશભાઇ વસાવા જાતે. ઉ.વ.૨૬ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.આમલઝર,સરપંચ ફળીયુ તા.ઝઘડીયા જી.ભરુચ નાઓએ લાકડીઓ
વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરનાર તમામ લોકો વિરુદ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..


Share to

You may have missed