November 21, 2024

જળસંચય માટે સુજલામ સુફલામ યોજના હેઠળ અમરાવતી નદીનો પટ ઉડો કરવા નેત્રંગ પંચાયતે જીલ્લા પંચાયત સહિત સરકારમા લેખિત મા રાવ નાખવા છતા પાણીનુ નામ ભુ.

Share to



જળસંચય માટે સુજલામ સુફલામ યોજના હેઠળ અમરાવતી નદીનો પટ ઉડો કરવા નેત્રંગ પંચાયત થકી જીલ્લા પંચાયત થી લઈ ને લાગતા વળગતા ખાતાઓમા લેખિત મા રાવ નાખવા છતા નદીના પટને ઉડો કરવા માટે જવાબદાર અધિકારીઓ તંત્ર થકી કોઈ કાયઁવાહી નહિ થતા સરકાર ની જળસંચય માટેની બણગા ફક નીતી દેખાઇ રહી છે.



રાજયભરમા પાણી ના સ્તર વષોઁથી નીચે ઉતરતા જાઇ છે. તેવા સંજોગો મા પથરાળ વિસ્તાર ધરાવતો નેત્રંગ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મા ચોમાસાના પાણી જમીન મા નીચે નહિ ઉતરતા તમામ પાણી દરીયામા દર ચોમાસામા વહી જતુ હોવાથી નેત્રંગ નગર સહિત તાલુકાભરમા પાણી સ્તર નીચે ઉતરી જતા હોવાથી દર ઉનાળાની સિઝન દરમ્યાન ધરવપરાશ થી લઈ ને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થાય છે. તેવા સંજોગોમા નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીના પટ વિસ્તાર એક થી બે કિ.મી લાંબો છે.

જે પટ વિસ્તાર મા વરસો વરસથી જંગલ વિસ્તાર માથી ચોમાસ દરમિયાન આવતા વારંવાર ના ધોડાપુર ને લઇ ને પથ્થરો તેમજ રેતી થી ભરાયેલ છે. જેને લઈને નદીના પટ વિસ્તારમા જળસંચય નો સરેઆમ અભાવ જોવા મળે છે. જેના કારણે માચઁ માસ દરમિયાન જ નદી સુકી ભથ થઈ જાય છે. જેને લઈ ને પશુ પક્ષીઓ થી લઇ ને લોકોને ધરવપરાશ થી લઇ ને પીવાના પાણીની ગંભીર સમસ્યા માંથી દર વરસે પસાર થવુ પડતુ હોય છે.
જેને દયાન પર લઇને નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચ હરેન્દસિહ દેશમુખે ચાલુ વરસે સરકારશ્રી ને સુજલામ સુફલામ યોજના થકી નદીના પટ વિસ્તાર માંથી રેતી માટી તેમજ પથ્થરો કાઢી પટને ઉડો કરવા માટે જીલ્લા પંચાયત ભરૂચ તેમજ લાગતા વળગતા  ખાતામા લેખિત મા વારંવાર રાવ નાખવા છતા જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ થકી જળસંચય બાબતે કોઈ પણ જાતની ગંભીરતા ન દખાવતા જળસંચય માટે સુજલામ સુફલામ યોજના માત્ર ને માત્ર નામ પુરતીજ હોવાનુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
ભરૂચ જીલ્લા પંચાયત ના ડીડીઓ નેત્રંગ ના નગરરજનોની પાણીની સમસ્યા ને દયાન પર લઇ ને સુજલામ સુફલામ યોજના થકી અમરાવતી નદીનો પટ ઉડો કરવા તાત્કાલિક કાયઁવાહી થાય તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.



*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed