શાળા હોવાથી ત્યાં બાળકો અને લોકો અવરજાવર કરતા હોઈ છે અને ઘણી વાર બાળકો ચારમાર્ગીય રસ્તા ને ઓળંગતા પણ હોઈ છે જેનાથી બાળકો ને અકસ્માત થવા નો ભય
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ગોવાલી ગામ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ ઉપર ગતિ અવરોધક મુકવા માટે સ્થાનિક આગેવાન દ્વારા માર્ગ અને મકાન વિભાગ ભરૂચ ને રજૂઆત કરવામાં આવી છે વાત કરવામાં આવે તો અંકલેશ્વર ભરૂચ, દહેજ તરફ તથા મુંબઈ થી આવતા વાહનો મોટી સંખ્યામાં રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જવા માટે રાત દિવસ ચાલતા હોય છે તદઉપરાંત ઝઘડિયા ના ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ ઝગડીયા તાલુકાના અલગ અલગ ખનીજ વહન કરતા મોટા માલવાહક પણ અહીંયા થી પસાર થાય છે અને ગોવાલી ગામે ધોરીમાર્ગ ને અડી ને આવેલ બાળકો ની શાળા હોવાથી ત્યાં બાળકો અવરજાવર કરતા હોઈ છે અને ઘણી વાર ચારમાર્ગીય રસ્તા ને ઓળંગતા પણ હોઈ છે જેનાથી બાળકો ને અકસ્માત થવા નો ભય છે જેને લઈ CKG સ્કૂલ,સ્થાનિક લોકો તેમજ વાલીઓ ને પણ પોતાના બાળકો ની ચિન્તા સતાવી રહી છે ત્યારે આજરોજ મલ્ટીપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ના ચેરપર્સન મિતેશભાઇ પઢીયાર દ્વારા માર્ગ મકાન વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાલી ગામ પાસે ઘણા અકસ્માત ની ઘટના બની ચૂકી છે જેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે ત્યારે તંત્ર દ્વારા અહીં ગતિ અવરોધક મૂકવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે