જૂનાગઢ ના માંગરોળ તાલુકાના ઘેડ ઓસા ગામનો ૨૧ વર્ષના યુવાન નું જૂનાગઢ પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું…

Share to


“પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું
જૂનાગઢ ના માંગરોળ તાલુકાના ઘેડ ઓસા ગામનો ૨૧ વર્ષનો યુવાન કોઇ બાબતે નારાજ થઇને ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક યુવક ને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું…



પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ



મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા ના માંગરોડ તાલુકાના ઘેડ ઓસા ગામના રહીશ નામ અરજદાર અરભમભાઇ ટીડાભાઇ કીંદરખેડીયા તેમનો ૨૧ વર્ષનો પુત્ર હિતેષ કોઇ બાબતે નારાજ થતા ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયેલ હતો જેમાં પરીવાર દ્વારા તેની આજુબાજુ તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહી જેથી કરી પરીવાર ને લાગ્યું કે તે ક્યાં નીકળી ગયેલ હશે ? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવુ વિચારી તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ જતા આ બાબતની જાણ જૂનાગઢ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરાતા નેત્રમ શાખા અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..


જેમાં જૂનાગઢ હેડ કોવર્ટર ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, કલ્પેશભાઇ ચાવડા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો પુત્ર હિતેષ પોતાનુ વાહન હોન્ડા CBZ GJ 11 AC 9211 સાથે જૂનાગઢ શહેરમાં આવેલ હોય, ત્યારબાદ આગળના સમગ્ર રૂટના CCTV ફૂટેજ ચેક કરતા હિતેષ ભવનાથ વિસ્તારમાં ગીરનાર પગથીયા તરફ ગયેલ હોય, બનાવની ગંભીરતા સમજી રાત્રીના ૧૧ વાગ્યે પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા તાત્કાલીક ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાનો સંપર્ક કરતા પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમા દ્રારા હોમ ગાર્ડના સભ્ય આશીષભાઇ મશરૂ તથા મયુરભાઇ પોપટાણી સહીતની પોલીસ સભ્યોની ટીમ બનાવી તપાસ કરતા ગીરનાર પર્વતના ૧૦૦ જેટલા પગથીયા પાસેથી હિતેષ એકલો બેઠો હોવાની વિગત મળી હતી જેથી કરી પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા સ્થળ ઉપર પોહચી ૨૧ વર્ષનો પુત્ર હિતેષ સહી સલામત મળી આવતા તેમના પરીવારના સભ્યો તેમજ નેત્રમ શાખા, ભવનાથ પોલીસ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો..અને હેમખેમ પોલીસ દ્વારા પરિવાર ને જાણ કરી હિતેશ ને પરિવાર ને સોંપીયો હતો…

અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રમ શાખા તથા ભવનાથ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી હિતેષને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવતા અને પોલીસ સ્ટાફ દ્રારા પોતાના પરીવારના સભ્યને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અરભમભાઇ કીંદરખેડીયા દ્રારા નેત્રમ શાખા અને ભવનાથ પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો…

તેથી વધુ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી ડો. કરણરાજ વાઘેલા દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) તથા ભવનાથ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા નેત્રમ શાખા તથા ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા ગુમ થયેલ વ્યક્તિને સહી સલામત શોધી પરીવાર સાથે મિલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું..



રિપોર્ટર / મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to