November 6, 2024

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક આવેલ ડામર પ્લાન્ટ ખેતી તેમજ લોકાના સ્વાસ્થ્ય માટે હાનિકારક..

Share to

ડામર પ્લાન્ટ માંથી નીકળતા કાળા કાર્બન જેવા ધુમાડા લોકો ના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક…

ઝગડીયા તાલુકાના રાયસીંગપુરા અને ઉમલ્લા ની મધ્ય મા આવેલ આવેલ ડામર પ્લાન્ટ કાર્બન યુક્ત કાળા ધુમાડા ઓકી રહ્યો છે આજુબાજુ ના વિસ્તારમાં આવેલ ખેતી તથા અવરજવર કરતા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે રાજ્ય ધોરીમાર્ગ અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ ને અડી ને આવેલ આ પ્લાન્ટ થી નીકળતા કાર્બન યુક્ત ધુમાડા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ના સ્વાસ્થ્ય તેમજ કાળા ધુમાડા ના કારણે અવરોધ થતા અકસ્માત ને નોતરી રહ્યો હોઈ તેવો ભય છે..

ઘણા સમયથી આ ડામર પ્લાન્ટ અહીં સ્થિત છે અને કાળા ધુમાડા હવામાં ભળી પ્રદુષણ ફેલાઈ રહ્યા છે તેમ જ ખેતીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ ધુમાડા થી શ્વાશ લેવામા તકલીફ પડતી હોઈ છે…આ પ્લાન્ટ રાત્રી દરમિયાન અને મળસકે પણ બેફામ ચાલતો જોવા મળ્યો છે તો શુ આ ડામર પ્લાન્ટ ને રાત્રે પણ ચલવાની મંજૂરી મળી છે કે નહીં તે પણ એક તપાસ નો વિષય છે જોકે આ બાબતે પણ આ ડામર પ્લાન્ટ નીતિ નિયમ અને પ્રદુષણ નિયત્રંણ હેઠળ ચલવાના હોઈ છે પરંતુ એનાથી વિપરીત વિના રોક ટોક આવા પ્લાન્ટ ઝગડીયા તાલુકામાં બેફામ ચાલી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાઈ રહ્યો છે રાત દિવસ કાળા ધુમાડા તે પણ કાર્બન યુક્ત ધુમાડા હવામાં દૂર દૂર સુધી પ્રસરી અને લોકોના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડતા ક્યાંક ને ક્યાંક લોકો મા છૂપો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદુષણ નિયત્રંણ બોર્ડ અને સ્થાનિક તંત્ર આ બાબતે આવા પ્લાન્ટો ઉપર ચકાસણી કરી તેના વિરુદ્ધ યોગ્ય પગલાં ભરી પ્રદુષણ અટકાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..


Share to

You may have missed