November 20, 2024

“”” વર્ષો થી નથી બન્યા રોડ રસ્તા “””..ઝગડીયા તાલુકાના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં..

Share to

અનેક ગામો મા 108 ઈમરજન્સી સેવા પણ સમયસર નથી પહોંચી રહી..

ભરૂચ જિલ્લામાં આવેલ ઝગડીયા તાલુકાની અંદરમાં ઘણા ગામોમા વર્ષોથી પાકા રસ્તાઓના કામ થયા નથી ત્યારે કેટલા ગામોના સ્થાનિક લોકો તેમજ સ્કૂલ કોલેજ રોજગારી અર્થે જતા અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અનેક રસ્તાઓ ની હાલત દઈનીય સ્થિતિમા થઈ જવા પામી છે જેમાં ના તો કોઈ સમારકામ કરવામાં આવ્યું છે ના કોઈ પેચિંગ વર્ક કરવામાં આવ્યું છે ત્યારે હાલ ગામોના લોકોના અવર-જવરમાં હાલાકી પડી રહી છે વાત કરવામાં આવે તો જેસપોર થી ઝઘડિયા જીઆઇડીસી તેમજ તાલુકા મથકને જોડતો તેમજ યાત્રાધામ કડિયા ડુંગર ને જોડતો માર્ગ પણ બિસ્માર હાલત મા થઈ ગયો છે

આ માર્ગમાં આવતા ગામો ની વાત કરીએ તો નેત્રંગ તાલુકાને અડી ને આવેલ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ઘણા ગામો આવેલ છે જે લોકો આ રસ્તા નો ઉપયોગ કરતા હોઈ છે આ માર્ગ મા જેસપોર થઈ ગોરાટીયા,કડિયા ડુંગર, દરિયા જેવા ગામો આવે છે અને આજ રસ્તા ઉપરથી ધારોલી,વાલીયા, ઝઘડિયા,જીઆઇડીસી મા નોકરી ધંધા અર્થે જવા માટે પણ આ જ રસ્તા નો લોકો ઉપયોગ કરતા હોય છે ભરૂચ તેમજ અંકલેશ્વર જવા તેમજ ઝગડીયા તાલુકા મથક હોવાના કારણે પણ રોજ બરોજ તાલુકા કચેરી અર્થે આવતા લોકો ને પણ આ માર્ગ સીધો અને સરળ પડે તેમ છે હાલ વાહન ચાલકો અને સ્થાનિક ગામો ના લોકો રાજપારડી થઈ ઝગડીયા ભરૂચ જતા હોઈ છે જેના કારણે તેઓ ને કેટલાય કિલોમીટર ફરી ને જવાનો વારો આવે છે જોકે આ રસ્તા નું સમારકામ કરવામાં આવે અને તેનો વિસ્તાર વધારવામાં આવે તો મોટા વાહનો પણ અહીંયા થી પસાર થાય તેમ છે જેના કારણે લોકો ના રૂપિયા તેમજ વાહનોમા નખાતા પેટ્રોલ ઇંધણ સહીત ટાઈમ ની પણ બચત થાય તેમ છે પરંતુ આ રસ્તામા મોટા મોટા ખાડા પડી જવાથી અને ડામર રોડ નુ નામો નિશાન ના રહેતા આ માર્ગ ની હાલત અત્યંત બિસ્માર થઈ ચૂકી છે જેના કારણે અહીંયા થી લોકો ને અવરજવર કરવામાં ખુબ મુશ્કેલીઓ પડી રહી હોવાનું માલુમ પડ્યું છે..

તાલુકાના અન્ય બીજા રસ્તાઓની વાત કરવામાં આવે તો તવડીથી ખાલકને જોડતો માર્ગ પણ ઘણા સમયથી બન્યો નથી અને પેચિંગ વર્ક પન નથી થયું તથા ઉમલ્લા થી કપાટ ગામને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યો છે તો ભાલોદ થી ઓરપટાર જવાના માર્ગ મા આવતા જુના તોઠીદરા નો આશરે ત્રણ કિલોમીટર અંદર નો માર્ગ પણ હજુ સુધી બન્યો નથી.. આ ગામોની પણ અનેક રજૂઆતો છતાં પણ અહીં રોડનું કામ હજુ સુધી થયું નથી ત્યારે બીજા ઘણા બધા ગામોના રસ્તા મુખ્ય ધોરીમાર્ગને તથા મુખ્ય મથકોને જોડતા માર્ગ છે તેવા માર્ગોની સ્થિતિ અત્યંત બીસમાર બની જતા હાલ ગામોના લોકોને અવરજવરમાં તેમજ 108 ની સુવિધા ને પણ દર્દીઓ પાસે પોંહચવામાં મુશ્કેલી નળી રહી છે જેમાં અનેક દર્દીઓ 108 ઈમરજન્સી સેવાના લાભથી વંચિત છે..જોકે આવા કેટલાક ગામો મા એસ ટી બસ ની સુવિધા ના હોવાના કારણે ગામો મા રોજબરોજ ધંધા નોકરી અર્થે જતા લોકો તથા મુખ્ય મથકોમાં ખરીદારી કરવા આવતા જતા લોકોને તેઓના ગામોમાંથી પ્રાયવેટ વાહનો લઇ અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી નડી રહી છે અને અમુક ગામોમાં ચોમાસાની ઋતુમાં તો ચાલતું પણ જઈ શકાય તેમ નથી હોતું ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર આ દિશા મા તાત્કાલિક ધોરણે પગલાં ભરી રસ્તાના સમારકામ કરી તેમજ નવા રોડ રસ્તા બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…


Share to

You may have missed